રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી કરી છે. RBIના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે, જેમાં હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંક, મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંક, નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંક અને સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક છે. એક અખબારી યાદીમાં RBIએ જણાવ્યું હતું કે, નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંકને સાત લાખ, મહેસાણા જિલ્લા પંચાયત એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ બેંકને ત્રણ લાખ અને હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંકને બે લાખ, સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંકને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
RBI અનુસાર, નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંકે ઇન્ટર-બેંક ગ્રોસ અને કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંકે પ્રુડેન્શિયલ ઇન્ટર-બેંક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું અને પાત્ર રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર ન કરતા દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલોલ અર્બન કો-ઓપરેટીવ બેંકે એવી લોન મંજૂર કરી હતી જ્યાં બેંકના એક ડિરેક્ટરના સંબંધી ગેરેન્ટર તરીકે ઉભા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500