Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરપાલિકાનો ઘેરાવો કરી ખાળ કુવાનું ગંદુ પાણી નગરપાલિકામાં ફેંકવામાં આવશે - જાણો કોણે રોષ ઠાલવ્યો

  • September 15, 2021 

ગંદકીના મુદ્દે વ્યારા નગરપાલિકા એકવાર ફરી વિવાદમાં આવી છે. વ્યારા નગરપાલિકા માત્ર લોલીપોપ આપીને વેરા વસુલાત ભરાવીને લુંટ ચલાવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પાલિકા વિસ્તારમાં આવતી શ્રધ્ધા રેસીડેન્સીના રહીશોએ ગંદકી મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

 

 

 

 

 

નગરપાલિકાના હોદ્દેદારો તથા ચીફ ઓફિસર અને પ્રમુખ આ બાબત ધ્યાન પર લેતા જ નથી આંખ આડા કાન કરી રહ્યા છે

વ્યારાની શ્રધ્ધા રેસીડેન્સીના રહીશોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વ્યારાની શ્રદ્ધા રેસીડન્સી માટે છેલ્લા 6 વર્ષથી નગરપાલિકામાં ગટર યોજનાની માંગ કરી રહ્યા છીએ અનેક રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. શ્રધ્ધા રેસીડેન્સીના બિલ્ડર જાતે નગરપાલિકામાં શ્રધ્ધા રેસીડેન્સીના રહીશો સાથે આવીને નગર પાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર તથા વોર્ડ નંબર-4ના કોર્પોરેટર સમક્ષ વારંવાર આ બાબતે રજૂઆત કરી છે. પરંતુ નગરપાલિકાના હોદ્દેદારો તથા ચીફ ઓફિસર અને પ્રમુખ આ બાબત ધ્યાન પર લેતા જ નથી આંખ આડા કાન કરી રહ્યા છે.

 

 

 

 

 

જે સુવિધાઓ નગર પાલિકા દ્વારા મળવી જોઈએ તે શ્રધ્ધા રેસીડેન્સીના રહીશોને મળતી જ નથી. 

પાલિકા માત્ર કરવેરા લેવામાં જ તેમનું ધ્યાન આવે છે જે સુવિધાઓ નગર પાલિકા દ્વારા મળવી જોઈએ તે શ્રધ્ધા રેસીડેન્સીના રહીશોને મળતી જ નથી. શ્રધ્ધા રેસીડેન્સીની આગળ આવેલ ગટર વારંવાર ઉભરાય છે અને આજુબાજુના ખેતરમાં તેનું ગંદુ પાણી જાય છે અને તે ખેતરમાં નુકશાન કરે છે અને ખેડૂતો પણ શ્રધ્ધા રેસીડેન્સીના રહીશોને કરે છે અને વારંવાર આ બાબતે રજૂઆત કરવા માટે આવે છે અને ખેડૂત અને શ્રધ્ધા રેસીડેન્સીના રહીશો વચ્ચે રકઝક પણ થાય છે. ખાળકુવો ઉભરાવાથી મચ્છરોનો ઉદભવ ખુબ જ વધી ગયો છે ડેન્ગુ તથા મેલેરિયા તથા હાથી પગા જેવા રોગો ફેલાવનારા મચ્છરોનો ઉદભવ ઘણો જ વધી ગયો છે અને ગંદુ પાણી ખુબ જ દુર્ગંધ મારે છે

 

 

 

 

 

પાલિકાનો ઘેરાવો કરવામાં આવશે અને આ ખાળ કુવાનું ગંદુ પાણી નગર પાલિકામાં ફેંકવામાં આવશે

ખાળકુવાનું પાણી ઉભરાવાથી મેઈન રસ્તા પર ગંદુ પાણી ફરી વળે છે જેથી આવતા જતા વાહનો સ્લીપ થઈ જાય છે. શ્રધ્ધા રેસીડેન્સીના બિલ્ડરએ જણાવેલ છે કે,આ ગટર યોજનામાં બિલ્ડર તરફથી જે કઈપણ ખર્ચ થાય છે આપવા તૈયાર છે પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ આ બાબતે ધ્યાન આપતા નથી. નગર પાલિકાના ચીફ ઓફિસર સામે જેટલી વખત રજૂઆત કરવા માટે ગયા છીએ ત્યારે એવું જણાવે છે કે, તમારી ગટર યોજનાનું કામ ચાલુ થઈ જશે જેવા ખોટા વાયદાઓ કરતા હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું. જો સમસ્યાનું 15 દિવસમાં ઉકેલ નહિ આવે તો શ્રધ્ધા રેસીડેન્સીના રહીશો તથા ગોરેયાના રહીશો તથા આજુબાજુના ખેતરના માલિકો સાથે નગર પાલિકાનો ઘેરાવો કરવામાં આવશે અને આ ખાળ કુવાનું ગંદુ પાણી નગર પાલિકામાં ફેંકવામાં આવશે. જેવી રહીશોએ ચીમકી પણ ઉચ્ચારી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application