Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોસવાડા ઝીંક પ્રોજેક્ટ મુદ્દે આવેદનપત્ર આપવા ગયેલા સરપંચોને કલાકો સુધી બેસાડી રાખવા બાબતે જિલ્લા કલેકટરે શું કહ્યું-જાણો

  • July 01, 2021 

વ્યારા ખાતે જિલ્લા કલેકટર કચેરીએ બુધવારના રોજ 45 જેટલા ગામોના સરપંચો અને આદિવાસી એકતા,વિકાસ આંદોલનના પ્રમુખ અને આગેવાનો તાપી જિલ્લા કલેકટરને ઝીંક પ્રોજેક્ટના વીરોધ બાબતે મળવા માટે ગયા હતા પરંતુ કલેકટર દ્વારા ત્રણ કલાક બેસાડ્યા બાદ મીટીંગ ન કરતા આગેવાનો વિલા મોઢે પરત ગયા હોવાની ફરીયાદી ઉઠી હતી.

 

 

 

 

 

કલેકટર અન્ય મીટીંગમાં વ્યસ્ત હોય મુલાકાત થઇ શકી ન હતી

મળતી માહિતી અનુસાર સોનગઢના ડોસવાડા ખાતે હિન્દુસ્તાન ઝીંક સમેલેટર પ્રોજેક્ટ આવી રહ્યો છે.જે બાબતે તાપી જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરપંચ દ્વારા વિરોધ પણ કરાઇ રહ્યો છે. ઝીંક પ્રોજેકટ  બાબતે અવાર-નવાર આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સ્થાનિક અને ઉચ્ચ કક્ષાએ લઇ લેખિત  અને મૌખિક રજુઆતો કરી અવારનવાર વિરોધ પણ કર્યો છે. જે અંતર્ગત આદિવાસી એકતા અને વિકાસ આંદોલનના પ્રમુખ પ્રજ્ઞેશ ભાઈ ગામીત અને તાપી જિલ્લાના 45 ગામોના સરપંચો દ્વારા વ્યારા ખાતે આવી તાપી જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાને ઝીંક પ્રોજેકટ ના વિરોધ માટે  મળવા માંગતા હતા.જે બાબતે તેઓ દ્વારા કલેકટર કચેરીએ ત્રણ કલાક સુધી કલેકટર સાથે ચર્ચા થાયએ  માટે બેસી રહ્યા હતા.પરંતુ કલેકટર દ્વારા અન્ય મીટીંગમાં વ્યસ્ત હોય મુલાકાત થઇ શકી ન હતી.જેને પગલે ત્રણ કલાક સુધી બેસી રહેલા આગેવાનો અકડાઈ ઉઠ્યા હતા. 45 જેટલા ગામોના સરપંચો અને સામાજીક આગેવાનોને ત્રણ કલાક સુધી બેસાડી રાહ જોવડાવી તેમનું અપમાન કર્યું હતું તેમજ કલેકટર પાસે સ્થાનિકોની સમસ્યા માટે મળવાનો સમય ન હોય એ યોગ્ય નથી.જો લોક સુનાવણી લેખિતમાં પરિપત્ર બહાર પાડી રદ ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં તાપી જિલ્લાની અંદર વિવિધ સંસ્થાઓ અને આગેવાનો આંદોલન પર ઉતરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

 

 

 

 

કોઈને બેસાડી રાખવાના અને નહી સાંભળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી-જીલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા

આ બાબતે જીલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા સાહેબનો તાપીમિત્રએ ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મારું સીડ્યુલ ખુબ બીઝી હતું,કેટલાક આગેવાનો ઝીંક પ્રોજેક્ટ મુદ્દે આવેદનપત્ર આપવા માટે આવવાના હતા,જેમાં આરએસીને આવેદનપત્ર આપવા માટે સુચના પણ આપી દીધી હતી,અમુક મિત્રો આવેદનપત્ર આપવા માટે પણ આવ્યા હતા અને અમુક રીપીટ પણ થતા હતા.આવેદનપત્ર સ્વીકારવામાં પણ આવ્યું હતું,એમના બેસવા માટે કહેવામાં આવ્યું જ નથી.એમની રીતે બેઠા હોય તો જુદી છે,કોઈને બેસાડી રાખવાના અને નહી સાંભળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application