Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૂતરું કરડે તો દરેક દાંતના નિશાન પર 10,000 રૂપિયાની નાણાકીય સહાય

  • November 16, 2023 

પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે કહ્યું હતું કે રખડતા પ્રાણીઓ જો કોઇ પણ નાગરિકને નુકસાન કરે છે. તે પીડિતોને વળતર પૂરું પાડવાની પ્રાથમિક જવાબદારી રાજ્યની છે. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે કૂતરું કરડવાના કિસ્સામાં દરેક દાંતના નિશાન માટે 10,000 રૂપિયાની નાણાકીય સહાય તરીકે રાજ્યએ પિડીતને આપવું પડશે.


જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજની ખંડપીઠે રખડતા પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતોમાં ઘાયલ થયેલા અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર સંબંધિત 193 અરજીઓનો નિકાલ કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પ્રાણીઓ (રખડતા, જંગલી અથવા પાળેલા) દ્વારા થતી કોઈપણ ઘટના અથવા અકસ્માત અંગે ફરિયાદ મળે ત્યારે પોલીસ માટેની માર્ગદર્શિકા પણ જારી કરી હતી અને કહ્યું હતું કે જો આવી ઘટનામાં પોલીસ કાર્યવાહી નહી કરે તો કોર્ટ પોલીસની સામે કરાયવાહી કરશે.


કોર્ટે ખાસ કહ્યું હતું કે રખડતા અથવા જંગલી પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતની માહિતી મળ્યા બાદ SHO (સ્ટેશન ઇન્ચાર્જ)એ કોઈપણ અનુચિત વિલંબ કર્યા વિના DDR (ડેઇલી ડાયરી રિપોર્ટ) ફાઇલ કરવો પડશે. પોલીસ અધિકારી કરેલા દાવાની ચકાસણી કરવામાં આવશે તેમજ સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવશે. ઘટના સ્થળની વિગતો તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખંડપીઠે પંજાબ અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકોને આ અંગે સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચના આપવાનો આદેશ પણ આપ્યો હતો.



કોર્ટે પંજાબ, હરિયાણા અને ચંદીગઢ પ્રશાસનને રખડતા ઢોર અથવા પ્રાણીઓ (ગાય, બળદ, બળદ, ગધેડો, કૂતરો, નીલગાય, ભેંસ વગેરે) દ્વારા થતી કોઈપણ ઘટનાના સંદર્ભમાં દાવા માટે ચૂકવવામાં આવતી વળતરની રકમ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સંબંધિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. જ્યારે તમામ દસ્તાવેજો સાથે કોઇ પણ ઘટના તમારી સામે આવે કે તેના ચાર મહિનામાં જ નિરાકરણ લાવવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application