Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આખરે રીસામણા મનામણા થયાં બાદ ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેચ્યું

  • March 20, 2024 

ગુજરાતમાં સવારથી ચાલી રહેલા પોલિટિકલ ડ્રામાનો અંતે સુખદ અંત આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અંતે માની ગયા છે. સીઆર પાટીલ સાથેની બેઠકમાં સુખદ સમાધાન આવતા કેતન ઈનામદારે રાજીનામું પરત લીધું છે. ગાંધીનગરમાં બેઠક બાદ કેતન ઈનામદારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત જણાવી હતી.


કેતન ઈનામદારે કહ્યું કે, મારા વિસ્તારમાં કામ થાય એવી લાગણી છે. 2027માં હું ચુંટણી નથી લડવાનો એટલે જલ્દી કામ થાય તેવો વિશ્વાસ છે. મને સંપૂર્ણ ખાતરી અપાઈ છે અને મારા કામ થઈ જશે. મારો પ્રોજેક્ટ આચારસંહિતા પહેલાં મારૂ કામ શરૂ થાય તેવી કામ હતી. પ્રોજેક્ટ 2027 પહેલાં પૂર્ણ થાય એમ નહોતો એટે મારે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચવુ પડ્યું. જૂના કાર્યકર્તાઓનુ માન સન્માન જળવાય તેમને સાથે રાખીને નિર્ણય લેવાય તેવી માંગ કરી છે. મહી વિયર યોજનાથી મને અસંતોષ હતો. 


નારાજ કેતન ઈનામદારને મનાવવા સવારથી કવાયત ચાલી રહી હતી. આ માટે ગાંધીનગરમાં પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી. પાટીલે ઈનામદારને મનાવવા ગાંધીનગર બોલાવ્યા હતા. ઈનામદારની નારાજગીનું કારણ જાણવા પ્રયાસ કરાયા હતા. આ વચ્ચે રાજીનામું પરત ખેંચવા માટે ઈનામદારે આનાકાની પણ કરી હતી. કેતન ઈનામનદાર રાજીનામાની વાત પર અડગ રહ્યા હતા. જોકે, આખરે રીસામણા મનામણા પૂરા થયા હતા અને પોલિટિકલ ડ્રામાનુ સુખદ સમાધાન આવ્યુ હતું.


ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078 જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતા. ત્યારે પોતાના વિરોધી ઉમેદવારને પક્ષમાં સ્થાન મળતા કેતન ઈનામદારમાં નારાજગી જોવા મળી હતી. આ કારણે તેમણે રાજીનામું આપ્યુ હતું.  ગુજરાતની સંસ્કારી નગરી કહેવાતી વડોદરા હવે વિવાદોની નગરી બની રહી છે.


ખાસ કરીને વડોદરાના રાજકારણમાં એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે જેનાથી સબ સલામત ન હોવાનું વારંવાર સાબિત થઈ રહ્યું છે. વડોદરામાં ભાજપનું શાસન છે અને શાસકો અને વહીવટી પાંખ વચ્ચેનો વિવાદ વારંવાર સામે આવે છે. આ મતભેદના કારણે વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપો વારંવાર લાગી ચુક્યા છે. મુખ્યમંત્રી સહિતના ભાજપના મોટા નેતાઓ વારંવાર આ મામલે ટકોર કરી ચુક્યા છે. સાંસદ, ધારાસભ્ય હોય કે પછી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપનું શહેર માળખું, તમામ લોકો સાથે મળીને કામ કરવાના બદલે એકબીજાની સામે કામ કરે છે. એક સમયે વડોદરા ભાજપની એક બેઠકમાં એટલી બબાલ થઈ હતી, કે મેયરે પદ છોડવાની ચીમકી આપી દીધી હતી.


એટલું જ નહીં આજે રાજીનામું આપના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરી સામે મોરચો ખોલ્યો હતો. અને હવે જ્યારથી રંજનબેન ભટ્ટને વડોદરાથી ફરી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી જ ફરી રાજકારણ ગરમાયું છે. ત્યારે રંજનબેનને ત્રીજી વખત રિપીટ કરાતાં હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી છે. આજે દિલ્હીમાં પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના ઉમેદવાર બદલાય એવી ચર્ચા પણ ઉઠી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application