Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના આ ગામમાંથી બે ટેમ્પોમાં ક્રુરતા પૂર્વક ભરી મહારાષ્ટ્ર લઇ જવાતી ૫ ગાયો અને ૩ બળદો સાથે આમલગુંડીગામનો એક ઝડપાયો, બે વોન્ટેડ

  • September 11, 2021 

સોનગઢના ટોકરવા ગામ પાસેથી બે ટેમ્પોમાં ક્રુરતા પૂર્વક ભરી કતલખાને લઇ જવાતી ગાયો અને બળદ સાથે આમલગુંડીના એક ઇસમને જિલ્લા એલસીબીએ ઝડપી પાડી બંને ટેમ્પો માંથી ૫ ગાય અને ૩ બળદને ઉગારી લીધા હતા. પોલીસે બંને ટેમ્પો સહીત કુલ રૂપિયા ૪.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરી એક ને ઝડપી પાડી બે જણાને વોન્ટેડ કર્યા છે.

 

 

 

 

 

સોનગઢના ગૌમુખ થઇ મહારાષ્ટ્રમાં લઇ જતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તા.૧૦મી સપ્ટેમ્બર નારોજ રાત્રે સોનગઢના ટોકરવા ગામ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ૨ ટેમ્પો ને રોકવા જતા એક ટેમ્પોનો ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી નાશી છુટ્યો હતો, જોકે બીજા ટેમ્પોનો ચાલક ઝડપાઈ ગયો હતો, એલસીબીએ તપાસ કરતા ટેમ્પો નંબર જીજે/૧૫/ઝેડ/૭૭૫૩ માંથી ૨ ગાયો અને ૩ બળદ મળી આવ્યા હતા જયારે ટેમ્પો નંબર જીજે/૨૩/વી/૭૬૪૭ માંથી ૩ ગાયો મળી આવી હતી. બંને વાહનોમાં પશુઓને ખીચોખીચ અને ટુકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ખાસચાર કે પાણીની સગવડ વિના સોનગઢના ગૌમુખ થઇ મહારાષ્ટ્રમાં લઇ જતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

 

 

 

 

 

દિનેશભાઈ ઉર્ફે કાલીયો ગામીત અને ઇશાકભાઈ ગુરજીભાઈ ગામીત ને વોન્ટેડ જાહેર કરાયા 

પોલીસના હાથે પકડાયેલો આરોપી મનીષભાઈ અર્જુનભાઈ ગામીત રહે,પારસી ફળિયું,આમલગુંડી ગામ-સોનગઢ નાની પૂછપરછ કરાતા નાશી છુટેલો ટેમ્પો ચાલકનું નામ દિનેશભાઈ ઉર્ફે કાલીયો ગામીત રહે, દાદરી ફળિયું, આમલગુંડી ગામ-સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું. જયારે ગાયો અને બળદો ને ચકવાણ અને આમલગુંડી ગામ તથા અન્ય ગામોમાંથી ઇશાકભાઈ ગુરજીભાઈ ગામીત રહે, કેળાઈ ગામ-સોનગઢ નાએ ભરી આપી મહારાષ્ટ્રમાં સપ્લાય કરવાનું કહ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે દિનેશભાઈ ઉર્ફે કાલીયો ગામીત અને ઇશાકભાઈ ગુરજીભાઈ ગામીત ને વોન્ટેડ જાહેર કર્યા છે.

 

 

 

 

 

 કુલ રૂપિયા ૪,૭૨,૧૫૦/- નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો

બનાવ અંગે એલસીબીના હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈની ફરિયાદના આધારે પાંચ ગાયો અને ત્રણ બળદને ઉગારી લઇ, બંને ટેમ્પો અને આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૪,૭૨,૧૫૦/- નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application