Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ૨૦મી ડિસેમ્બર સુધી હાથી પગા રોગ ટેસ્ટ કરવામાં આવશે, કુલ કેટલા કેસ નોંધાયા છે ?? જાણો

  • December 16, 2022 

તાપી જિલ્લામાં કુલ ૯૩ જેટલા ફાઇલેરિયા (હાથીપગા )ના કેસો નોંધાયેલ છે. તાપી જિલ્લાનો કાર્ય વિસ્તારની જાહેર જનતામાં લીમ્ફેટીક ફાઇલેરીયાસીસ (હાથીપગો) રોગના ચેપનું પ્રમાણ કેટલુ છે તેની તપાસ ૨૦ વર્ષથી ઉપરના વ્યકિતઓમાં કરવામાં આવશે.જેના ભાગ રૂપે તા.૧૫/૧૨/૨૦૨૨થી  તા.૨૦/૧૨/૨૦૨૨ દરમ્યાન તાપી જિલ્લાના કુલ ૬૦ જેટલા ગામોમાં ફાઈલેરિયા ટેસ્ટ કરવામાં આવશે.




આરોગ્ય વિભાગની ૧૮૨ ટીમો સરકારશ્રી દ્વારા રેન્ડમલી સિલેકટ થયેલી છે જે વ્યારા તાલુકાના ૧૫ ગામો, ડોલવણ તાલુકાના ૭ ગામો, વાલોડ તાલુકાના ૭ ગામો, સોનગઢ તાલુકાના ૧૭ ગામો ઉચ્છલ તાલુકાના ૬ ગામો, નિઝરના ૫ ગામો અને કુકરમુંડા તાલુકાના ૩ ગામો સહિત કુલ ૬૦ ગામોમાં ફાઇલેરિયા ટેસ્ટ  કરાશે.


જેમાં વ્યારા તાલુકાના વડકુઇ,ભાનાવાડી,ઉંચામાળા,વાંદરદેવી,ડોલારા,કેળકુઇ,મગરકુઇ, ભોજપુરનજીક,ખુશાલપુરા,કરજ વેલ બેડકુવાનજી, ડોલવણ તાલુકાના ડોલવણ-૧,પંચોલ,તકીઆંબા,પાઠકવાડી,ડુંગરડા,ગડત,અંતાપુર, સોનગઢ તાલુકાના પોખરણ,ડોસવાડા,ઓટાટોકરવા,ગાયસાવર,મોહપાડા,ગુણસદા,સીલેટવેલઆમલપાડા,આછલવા,ખેરવાડા,ઘાંસીયામેઢા,કાકડકુવા,મૈયાલી,કાંટી,જૂની બાવલી,ઉચ્છલ તાલુકામાં સમાવિષ્ટ પાટીબંધારા, મોહિની, ભડભૂંજા, દેવચાંદની, નિઝર તાલુકાના રૂમકીતલાવ,આડદા,વાકા,કુકરમુંડાના તોરંદા,નીભોરા જેવા ગામો નો સમાવેશ થાય છે.જે માટે તાપી જિલ્લાની જાહેર જનતાને સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા પંચાયત તાપી દ્વારા અનુરોઘ કરવામાં આવ્યો છે



આ રોગના નિદાન થયા બાદ તેને વધતો અટકાવી શકાય છે.

લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ કૃમિથી થતો રોગ છે, જેને સામાન્ય રીતે હાથીપગા (એલીફન્ટાઈસીસ) તરીકે ઓળખવામાં આવે છે. તે ફાઈલેરીયલ પરોપજીવી તરીકે ઓળખાતા દોરી જેવા કૃમિથી થાય છે. જે મચ્છર (કયુલેકસ) કરડવાથી આવા પુખ્ત કૃમિ (નર અને માદા બંને) લસિકાગ્રંથીઓમાં દાખલ થઈ જાય છે અને ત્યાં માદા કૃમિ માઈક્રોફાઈલેરીયા તરીકે ઓળખાતા લાખો કૃમિઓને જન્મ આપે છે અને હાથી પગો રોગ થવાની શરૂઆત થાય છે, જો યોગ્ય સમયે સારવાર ન લેતા વિકૃતીમાં પરિણમે છે.હાથીપગા રોગથી દર્દીનું મૃત્યુ થતું નથી.આ રોગના નિદાન થયા બાદ તેને વધતો અટકાવી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application