સુરતમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ આગની ઝપેટમાં આવ્યું હતું. આગમી ઘટના વિકરાળ બની હતી. બીઆરટીએસ બસ સ્ટોપ પર આગની ઘટનાથી ધુમાડાના ગોટેગોટા બહાર આવ્યા હતા. બસ સ્ટેન્ડના કેબિનમાં આ આગ લાગી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આદગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી ભયાનક હતી જેનાથી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ તેના કારણે જોવા મળ્યો હતો.
આગની અંદર ટીવી, ફાયબરની પટ્ટીઓ તેમજ અન્ય બસ સ્ટોપ પરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયા હતા. જો કે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. જો કે, બીઆરટીએસ પર સ્ટાફના લોકો જ હાજર હતા જેઓ ખસી ગયા હતા.સતત આગના બનાવો સુરત અને અમદાવાદમાં સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આગની ઘટના બની હતી.
સુરત બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આગ કેવી રીતે લાગી તેને લઈને હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગની આ ઘટના બની હતી.આ આગની ઘટના સામાન્ય નહોતી કેમ કે, ફાયર બ્રિગેડ આવે એ પહેલા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. જો કે, સમય સુચકતા દાખવીને આગની ઘટના પર તત્કાલ કાબુ મેળવવામાં આવ્યો હતો જો કે, ધુમાડાના ગોટા 3 કિમી સુધી જોવા મળ્યા હતા. જેથી લોકોમાં પણ આ આગની ઘટનાને લઈને ડર પેઠો હતો. ત્યાં રહેલા કર્મચારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500