Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં સાત હજાર આદિવાસી ખેડુતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખાતર-બિયારણ વિતરણ કરાશે

  • June 22, 2021 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઍ કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

 

 

 

 

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ખાતર અને બિયારણ રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આદિજાતિ વિસ્તારના ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧ નો પ્રારંભ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીઍ વર્ચ્યુઅલ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઍ આદિવાસી વિસ્તારમાં ખેતી ફળદ્રુપ બને તે માટે સરકાર હંમેશા ખેડૂતોની પડખે છે.  આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ છે.

 

 

 

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઍ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ જિલ્લાના ખેડૂતોને મળશે. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ૩૧ કરોડની ખાતર/બિયારણ સહાય મળશે જેમાં ખાતરમાં ઓર્ગેનાઈઝ ફર્ટીલાઈઝર અને યુરિયા અપાશે.મુખ્યમંત્રીઍ જણાવ્યું કે, આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકારે પેસા ઍક્ટનો અમલ કરી આદિવાસીઓને જમીનના માલિક બનાવ્યા છે. જેમાં ઍકલવ્ય મોડેલ સ્કુલ થકી લાખો આદિજાતિના બાળકો શિક્ષણ મેળવી રહયાં છે. રાજ્ય સરકારે આદિજાતિ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં લિફ્ટ ઇરિગેશનની વિવિધ યોજનાઓ થકી ઊંચાઈ પર સિંચાઈના પાણી પહોંચાડવાના ભગીરથ કાર્યો હાથ ધર્યા છે.

 

 

 

નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવસારી જિલ્લાના સાત હજાર લાભાર્થીઓને આ વર્ષે આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રાયોજના વહિવટદાર ઍમ.ઍન.નલવાયાઍ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ સાત હજાર જેટલા ખેડૂત લાભાર્થીઓને કિટ્સના આ કિટ્સનું સમયસર વિતરણ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

               

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application