વલસાડનાં પારડી તાલુકાનાં પરિયા ગામમાં રહેતા યુવકે બેરોજગારી અને આર્થિક તંગીથી કંટાળીને પાર નદીમાં જંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જોકે યુવકે નદીમાં જંપલાવ્યું હોવાની જાણ પારડીનાં ચંદ્રપુરના તરવૈયાઓની થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશની શોધખોળ હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, પારડીનાં પરિયા ગામમાં રહેતો યુવક ઉમેશ ભીખુભાઇ હલપતિએ ગતરોજ સાંજે બેરોજગારી અને આર્થિક સકળામણથી કંટાળી પાર નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે નદી કિનારે બેસેલા લોકોએ યુવકને આપઘાત કરતા જોઈ તેને બચાવવા માટે સ્થાનિક આગેવાનો અને તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application