નવસારીનાં શાંતાદેવી રોડ પર રહેતા પિતા-પુત્ર બોરીયાચ પાસેથી પસાર થતા હતા. તે સમયે કાર ચાલકે ટક્કર મારી પાડી દેતા બાઈક ઉપર સવાર પિતા-પુત્રને ઇજા પહોંચી હતી. જોકે કારચાલક મહિલાએ સારવારનો ખર્ચ આપવાની હા પાડી હતી અને ત્યારબાદ સારવારનો ખર્ચ નહીં આપતા મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીનાં યોગેશ જયંતિભાઈ દંતાણી (રહે.શાંતાદેવી રોડ,ધરતી એપા.ની બાજુમાં,નવસારી) નાએ ફરિયાદ આપતા જણાવ્યું કે, ગત તા.5 મે 2022ના રોજ તેઓ તેમના પિતા જયંતિભાઈ દંતાણી સાથે ગણદેવીના ઇચ્છાપોરમાં બાઇક નંબર GJ/21/BJ/6849 ઉપર ગયા હતા અને પરત વેગામ-વગલવાડ થઈ બોરીયાચ ટોલનાકા પાસેથી પસાર થતા હતા.
તે દરમિયાન કાર નંબર GJ/21/AH/7843ના મહિલા ચાલકે પોતાની વાહન પૂરઝડપે હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારી હતી. જેને પગલે રોડ પર ફંગોળાતા યોગેશ અને જયંતિભાઈને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે નવસારીની મહિલા કાર ચાલકે ઈજાગ્રસ્તોના સારવારનો તમામ ખર્ચ આપશે તેવી બાંહેધરી આપી સમાધાન કરવાની વાત થઈ હતી. જોકે બાદમાં મહિલાએ સારવારનો ખર્ચ નહીં આપતા અંતે ગણદેવી પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500