Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ડોલારા ગામે ઝાડ સાથે બાઈક અથડાતા પિતા-પુત્રીનું ગંભીર ઈજાને કારણે મોત

  • September 02, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ડોલારા ગામમાંથી પસાર થતાં પેરવડથી ડોલારા ગામ તરફ જતાં જાહેર રોડ ઉપર ઝાડ સાથે બાઈક અથડાતા બાઈક પર સવાર પિતા-પુત્રીનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં પાથરડા ગામનાં કોટવાળીયા ફળિયામાં રહેતા વિનેશભાઈ કર્માભાઈ કોટવાળીયા નાઓ તારીખ 31 ઓગસ્ટના રોજ સવારે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/J/9344 લઈને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ડોલારા ગામમાંથી પસાર થતા પેરવડથી ડોલારા ગામ તરફ જતા જાહેર રોડ પર રોડની બાજુમાં આવેલ પીપળાના ઝાડ સાથે બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.



જોકે આ અકસ્માતમાં વિનેશભાઈને શરીરે માથાના ભાગે ગંભીર મૂઠમાર વાગવાથી તથા દાઢીના નીચેના ભાગે ઈજા થવાથી તેમજ શરીર ઓછીવત્તી ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકની પાછળ બેસેલ તેમની 12 વર્ષીય દિકરી કાજલબેન વિનેશભાઈ કોટવાડીયાને પણ શરીરે ઈજાઓ થતાં બાળકીને જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર આપી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રીફર કરવામાં આવેલ હતી જ્યાં તેના શરીરે ઓછીવત્તી તથા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે સુનીલભાઈ કોટવાળીયા નાઓએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application