પાંડેસરા જીઆઈડીસીમાં યુવકે વાત કરવા માટે મોબાઈલ ફોન નહી આપતા બે અજાણ્યાઓએ પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી નાસી ગયા હતા. પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ, વડોદ ગણેશનગર સત્યનારાયણનગર ખાતે રહેતા મહેન્દ્ર લલ્લી પાલનો મોટોભાઈ છોટેલાલ ગુરુવારે રાત્રે સાડા નવેક વાગ્યે પાંડેસરા જીઆઈડીસી આરમો ડાંઈગ મીલ પાસે ઉભો હતો. તે વખતે બે અજાણ્યાઓએ તેની પાસે વાત કરવા માટે મોબાઈલ ફોન માંગ્યો હતો. જોકે છોટેલાલે મોબાઈલ આપવાની ના પાડતા અજાણ્યાઓએ ઉશ્કેરાઈને ઝઘડો કરી પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાસી ગયા હતા. પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application