મધ્યપ્રદેશના મૈહર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમની મૈહર અને અમરપાટનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ હતી. અહેવાલો અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી. એક બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી.
આ દરમિયાન પથ્થરોથી ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 6 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૈહરના પોલીસ અધિક્ષક સુધીર અગ્રવાલે જણાવ્યું હતું કે, 'અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થયેલા છ લોકોની હાલત ગંભીર છે અને તેમને સતના રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઈજાગ્રસ્તની મૈહર અને અમરપાટનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.' અકસ્માતની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application