મહારાષ્ટ્રના જાલનામાં ગૃહિણીએ તેની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે કૂવામાં ઝંપલાવીને જીવન ટુંકાવી લીધું હતું. કૂવામાં સવારે પાંચ જણના મૃતદેહ મળી આવનતા ખળભળાટ મચી ગયો હતો. કૌટુંબિક વિવાદને કારણે મૃતક મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. પોલીસે મામલાની નોંધ લઇ તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત એવી છે કે, જાલનાના અંબડ તાલુકામાં ઘુંગડે હાદગામમાં જ્ઞાનેશ્વર પ્રલ્હાદ અડાણી તેની પત્ની ગંગાસાગર (ઉ.વ.32) અને ત્રણ પુત્રી ભક્તિ (ઉ.વ.13), ઇશ્વરી (ઉ.વ.11), અક્ષરા (ઉ.વ.9) અને યુવરાજ (ઉ.વ.7) સાથે રહેતા હતા.જોકે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતો હોવાનું કહેવાય છે જેથી ગતરોજ બપોરે મહિલા તેની પુત્રીઓ અને પુત્ર સાથે ખેતરમાં ગઇ હતી અનેક જણે તેમને જોયા હતા પણ તેઓ સાંજે ઘરે પાછા આવ્યા ન હોતા. આથી પતિ જ્ઞાનેશ્વર અને ગામનો લોકોએ તેમની શોધખોળ કરી હતી પણ તેમનો પત્તો લાગ્યો ન હોતો. જોકે સવારે ખેતરની બાજુમાં કૂવામાં પાંચ જણના મૃતદેહ જોવા મળ્યા હતા પોલીસે કૂવામાંથી તેમના મૃતદેહ બહાર કાઢયા હતા. પોલીસ જ્ઞાનેશ્વરને તાબામાં લઇ પૂછપરછ કરી હતી. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા પોલીસને મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી ન હોવાનું કહેવાય છે. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application