બારડોલી તાલુકાના ભુવાસણ ગામે હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ઉ.બુ.આશ્રમશાળામા ધોરણ-૧૧માં ભણતી ઉચ્છલ તાલુકાના મૌલીપાડા ગામની વિદ્યાર્થીની રાધિકાએ ગત તારીખ ૨૪ માર્ચે રાત્રીના સમયે નવા બની રહેલા બાથરૂમમા લાકડા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ રહસ્યમય આપધાત મામલે ઉચ્છલ તાલુકાથી આખું ગામ શાળા ખાતે પહોંચ્યું હતું. દીકરીએ આપધાત નહી પણ તેની સાથે કઈક ઘટના બની હોય અને હત્યા કરી હોવાની શંકા સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. ઘટના સ્થળ નજીકથી જમીન પર પાથરેલુ ગાદલું, વિદ્યાર્થીનીનાં આંતરવસ્ત્ર પણ મળી આવ્યા હતા. પોતાના રીતરિવાજ મુજબ દીકરીની આત્માની શાંતિ માટે કુટુંબીજનો અને ગ્રામજનોએ ઘટના સ્થળે મરણ પછીની પૂજા વિધિ કરવામા આવી હતી.
આખું ગામ આશ્રમશાળામા ઉમટતા પોલીસનો પણ મોટો કાફલો દોડી આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, ગત તારીખ ૨૪ નારોજ બારડોલી તાલુકાનાં ભુવાસણ ગામે આવેલ ઉ.બુ. આશ્રમ શાળામાં ધોરણ ૧૧મા અભ્યાસ કરતી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની રાધિકા વસાવા નામની વિદ્યાર્થિનીએ શાળાના બિલ્ડિંગનાં ત્રીજા માળે નિર્માણાધીન નવા બાથરૂમમાં લાકડા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે વિદ્યાર્થીનાં આપધાત મામલે પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી મૃતદેહનુ પી.એમ. કરી તેના વતન ઉચ્છલ તાલુકાના મૌલીપાડા ગામ ખાતે તેના અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા.
જોકે એકાએક બનેલ ઘટનાને પગલે દીકરીના માતા-પિતા પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા તેમજ હસતી રમતી દિકરીના આપઘાત અંગે પરિવારજનો શંકા ઉપજતા તેઓએ ગામના લોકો સાથે ઉચ્છલ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાદમાં માતા-પિતા અને પરિવારની સાથે મૌલીપાડા ગામજનો ભુવાસણ આશ્રમ શાળા ખાતે પહોચ્યા હતા. દીકરીના આત્માની શાંતિ માટે ઘટના સ્થળે પ્રથમ પૂજા વિધિ કરી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, ઘટનાના દિવસે પણ સંચાલકોએ અમને ફોન પર ઘટના અંગે પુરી જાણ ન કરી અજાણ્યા રાખ્યા હતા. ખાલી માતા પિતાને ફોન પર ઝડપથી શાળાએ આવી જવા જણાવ્યુ હતું. માતા પિતા જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે જયા દીકરીએ ફાંસો ખાધો હતો ત્યાં એકાએક ઉભા કરી દેવાયા હતા.
અમારી બેભાન અવસ્થામા ખુબ જ ઝડપથી તમામ કામગીરી પુર્ણ કરી મૃતદેહ સોંપી દેવામા આવ્યો હતો એવો આક્ષેપ ગ્રામજનો સાથે કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીના ગ્રામજનો અને કુટુંબીજનોએ આશ્રમ શાળાએ પહોંચીને ઘટના સ્થળે તેમજ CCTV ફુટેજ ચકાસણી કરી હતી. ઘટના સ્થળ પરથી યુવતીના આંતરવસ્ત્ર તેમજ જમીન પર પાથરેલું ગાદલું મળી આવ્યુ હતું. આ સમય બારડોલી રૂરલ પોલીસનો પણ કાફલો ઘટના સ્થળ પર હતો. પરિવારજનો દીકરી સાથે કઈક અઝુગતી ઘટના બની હોય તેની હત્યા કરી હોવાનુ જણાવી રહ્યા છે. જોકે ઘટનાને આશ્રમ શાળા સંચાલકો તેમજ પોલીસે પણ ગંભીરતાથી ન લેતા હોવાની પરિવારજનો આરોપ લગાવતા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500