લીંમધરા ગામના ભરતભાઈ બાવચંદભાઈ અને તેના નાનાભાઈ સુરેશભાઈને ધંધા માટે પૈસાની જરૂરિયાત ઊભી થતા તારીખ 16.4.2019 માં લીંમધરા સર્વે નંબરમાં આવેલી 42 વીઘા જમીન સિક્યુરિટી પેટે કેશોદના પરબત રાજા રાજતીયા અને રાજશી જેઠા પાનેરાને આપી તેના બદલામાં એસી લાખ રૂપિયા ચાર ટકા વ્યાજ લીધા હતા.
પરબત અને રાજશીએ 13.48 લાખના બે અને 26.96 રૂપિયાનો ચેક ભરતભાઈ અને સુરેશભાઈના નામનો આપ્યો હતો જે પૈસા વિસાવદરની એચડીએફસી બેન્કના બંને ભાઈઓના સંયુક્ત ખાતામાં જમા થતા તેનાથી પાક ધિરાણની 2019 ની લોન ભરી હતી.ત્યારબાદ આ લોકોએ 23.40 લાખ રોકડા આપ્યા હતા. પરબત રાજતીયાએ 25 લાખ અગાઉથી જ વ્યાજના કાપી લીધા હતા અને પાંચ લાખ દલાલી પેટે જૂનાગઢના મુકેશ ભીમા વાઢેરને તથા કાલસારીના કાનાભાઈ ગેડિયા અને રાજપરાનો કાળુ ઉર્ફે હારુન ચૌહાણને આપ્યા હતા આ લોકો પરબતભાઈના માણસો હતા.
ભરતભાઈ એ દર ત્રણ મહિને લાખ એમ બે વર્ષ સુધી વ્યાજ અને મુદ્દલ મળી કુલ 76.80 લાખ પરબત રાજતીયાને ચૂકવ્યા હતા બાદમાં સુરેશભાઈના પત્ની મનીષાબેનના નામનું જૂનાગઢમાં આવેલું મકાન 40 લાખમાં વેચી જે પૈસા પરબત રાજતીયાને આપ્યા હતા તેમજ બીજા 20,00,000 કટકે કટકે જમીનની ઉપજમાંથી રોકડા આપ્યા હતા તેમ છતાં પરબત રાજતિયાએ સિક્યુરિટી પેટે આપેલી ભરતભાઈ અને સુરેશભાઈની જમીન પરત આપી ન હતી અને ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો હતો જે કેસ કલેક્ટરે ફાઇલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500