ગુજરાતમાં કેટલાક સમયથી નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ અવારનવાર નકલી ડોક્ટરો પકડાઇ રહ્યાં છે. રાજ્ય આ વર્ષની વાત કરીએ તો નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબોએ માજા મુકી છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાંથી નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે નકલી તબીબને પકડાવોનો રાજ્યમાં સિલસિલો યથાવત્ રહ્યો છે.
આજરોજ તાપી જિલ્લામાંથી પણ બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, જિલ્લા એસપી રાહુલ પટેલ નાઓએ એસ.ઓ.જી ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને જિલ્લા એસઓજી શાખાનાં પીએસઆઈ ડી.આર.પ્રજાપતિ સહિત પોલીસકર્મીઓ ડોલવણ પોલીસ સ્ટેશન પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન મળેલ બાતમીનાં ડોલવણ તાલુકાના ઘાણી ગામ ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી મકાનમાં એક બોગસ ડોકટર સોમનાથભાઇ મોહનભાઇ પટેલને ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેકટીસ કરતો હોય અને આજુબાજુના ગામ માંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની મળેલ બાતમીનાં આધારે રેઇડ કરતા પકાડાયેલ આરોપી સોમનાથભાઇ મોહનભાઇ પટેલ (ઉ.વ.૪૯ રહે.હાલ ઘાણીગામ ડુંગરી ફળિયા તા.ડોલવણ જી.તાપી મુળ રહે.રાયખેડગામ તા.શહાદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગતુ સામાનનો જથ્થો જેની કિંમત રૂપિય ૨૭૯૨/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં જિલ્લા એસઓજી પોલીસને સફળતા મળી છે. પોલીસે આ મામલે બોગસ ડોક્ટર વિરૂધ્ધમાં ડોલવણ પોલીસ સ્ટેશન મથકે BNS કલમ ૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રકટીશનર એક્ટ કલમ ૩૦ મુજબની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500