Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દૂધ પીતા પહેલા ચેતજો ! પશુધનને મારવાના ડુપ્લીકેટ ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાઈ : ગાય,ભેંસનું દુધ વધારવા ગેર કાયદેસર ઉત્પાદન કરતા હતા

  • July 12, 2022 

ગાય, ભેંસ સહિતના પશુધનને મારવામાં આવતા ડુપ્લીકેટ ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં જામનગર પોલીસને સફળતા મળી છે.જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી પશુધનને મારવાના ડુપ્લીકેટ ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી SOG પોલીસે ઝડપી પાડી છે. એસઓજી પોલીસ દ્વારા બે આરોપીઓ સહિત ત્રણ ટ્રેક્ટર ભરીને લાખોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે,


એસઓજી પોલીસે બાતમીના આધારે જામનગર શહેરના ગોકુલનગર શાયોના શેરીમાં રહેતા ભીમશી મારખીભાઇ ગોજીયા તથા રામ દેશુરભાઇ ગોજીયાને પકડી પાડ્યા છે. જેઓ પોતાના રહેણાંક મકાનની ઓરડીઓમાં ઢોર ગાય ભેંસને વધુ દુધ આપવા માટે સફેદ પ્રવાહીમાં કેમિકલનો ઈન્જેકશનમાં ઉપયોગ કરી ઢોરની તંદુરસ્તી માટે નુકશાનકારક પદાર્થનું ગેર કાયદેસર ઉત્પાદન કરતા હતા. તેમજ આ ઈન્જેક્શન પણ વેચતા હતા. 


એસઓજીએ રેડ પાડીને ઈન્જેકશન બનાવાના સાધનો તથા પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલો (ઇન્જેકશનો) જપ્ત કર્યા છે. કુલ 15,436 ઈન્જેક્શન જપ્ત કર્યા છે. તથા ઇન્જેકશન બનાવવા માટેના કેમિકલના નાના મોટા પાઉચના 48 નંગ તથા એસિડના કેરબા 11 નંગ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6.24 લાખનો મુદ્દામાલ પકડાયો છે.બંને આરોપીઓ સામે સિટી “સી” ડીવી. પોલીસ સ્ટેશનમાં પ્રાણી(ઢોર) કુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.


આરોપી ભીમશી મારખીભાઇ ગોજીયા (ઉ.વ.37, રહે ગોકુલનગર શાયોના શેરી વાળી શેરી તેમજ જામનગર આરોપ રામ દેશુરભાઇ ગોજીયા રહે- ગોકુલનગર શાયોના શેરી વાળી શેરી જામનગર વાળાને ઝડપી પાડવામાં આવ્યા છે.પશુઓને દૂધ વધારવા માટે અપાતા આવાં ઇન્જેકશનો પશુ ઉપરાંત માનવી માટે પણ હાનિકર્તા હોય છે. આવા ઇન્જેકશનો માર્કેટમાં છુટથી વેંચાય છે. એ પણ નરી વાસ્તવિકતા છે. પશુનો માલિક ચોક્કસ સમયે જ દૂધ મળે એ માટે જે ઈન્જેકશન આપે તે બે નંબરી માર્કેટમાંથી મેળવતા હોય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application