રાજકોટમાં TRP ગેમ ઝોનમાં બનેલી કરુણ ઘટના બાદ વલસાડ વહિવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વલસાડના અબ્રામા અને તિથલ રોડ સ્થિત ગેમઝોન પર ફાયર સેફ્ટી અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં ફાયબ્રિગેડની ટીમ સહિત મામલતદાર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર તપાસ શરૂ કરી હતી. રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ વલસાડ ફાયરની ટીમ, ડિઝાસ્ટર મામલતદારની ટીમે વલસાડના ગેમઝોનની મુલાકાત લઈને ફાયર સેફ્ટીના સાધનો અને ઈન-એક્ઝિટ સહિતની જરૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
વલસાડના તિથલ રોડ ઉપર આવેલા M2 મોલના ગેમઝોનની મુલાકાત લીધી હતી. ચેકિંગ સમયે એક મોપેડ ઉપર 10થી વધુ ફાયર એક્સિઝ સિલિન્ડર એક્સપાયરી ડેટના મળી આવ્યા હતા. મોલ સંચાલકોએ એક વર્ષથી એક્સપાયર થયેલા ફાયર એક્સિઝ સિલિન્ડર રાખ્યા હોવાનું સામે આવ્યું હતું. એજન્સી સંચાલકને મોલ સંચાલકોએ રિફીલિંગ કરવા જણાવ્યું હોવાનું એજન્સી સંચાલકે જણાવ્યું હતું. રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં શનિવારે લાગેલી આગની ઘટનામાં 28 જેટલા લોકો ભૂંજાઈ ગયા હતા. ઘટનાને લઈને રાજ્યમાં આવેલા તમામ ગેમઝોન ઉપર ડિઝાસ્ટર મામલતદાર અને ફાયરની ટીમને ચેકિંગ કરવાની સૂચના અપાઈ હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં તમામ ગેમઝોન ઉપર ચકાસણી હાથ ધરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application