Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીઓ માટે રૂ.૧ કરોડથી વધુના સાધનો અપાયા

  • July 24, 2024 

વલસાડની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે પારડી તાલુકાના ઉમરસાડી ખાતે ફેકટરી ધરાવતા SCHOTT POONAWALL, MUMBAI દ્વારા સી.એસ.આર. અંતર્ગત રૂ.૧ કરોડથી વધુની કિંમતના સાધનો હોસ્પિટલમાં આપવામાં આવ્યા હતા.


જેમાં અતિ ગંભીર દર્દીઓને સ્ફીટ કરવા માટે એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ, રેડિયોલોજી વિભાગમાં ડિજિટલ રેડિયોગ્રાફી મશીન ડીજીટલ એક્સ-રે માટે જેને કારણે એક્સ-રેની ગુણવત્તા વધુ સારી થશે અને એક્સ-રેની ફિલ્મ મેળવવાના સમયમાં ઘટાડો થશે અને કલર ડોપલર સોનોગ્રાફી મશીન કે જે હોસ્પિટલ ખાતે આવતા સોનોગ્રાફીના દર્દીઓના વેઇટીંગ ટાઇમમાં ઘટાડો થશે. ઓર્થોપેડિક વિભાગમાં સી-આર્મ મશીન મળતા હોસ્પિટલ ખાતે વધુ એક મશીનનો ઉમેરો થતા ફેક્ચર થયેલા દર્દીઓના ઓપરેશન સરળતાથી થવામાં મદદરૂપ થશે. આમ, ઉપર જણાવેલ સાધનોનો ઉમેરો જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ વલસાડ ખાતે થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને તેનો બહોળો લાભ મળશે. આ પ્રસંગે SCHOTT POONAWALL, MUMBAIના એમ.ડી. અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ, વલસાડના તબીબી અધિક્ષક અને હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્કોટ પુનાવાલાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application