Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના જૂની કાચલી માંથી એરીગેશન કન્સ્ટ્રકશન માટેનો રાખવામાં આવેલ સામાન ચોરાયો

  • August 21, 2022 

ઉચ્છલના જૂની કાચલી ગામે ખુલ્લા કેમ્પસમાં એરીગેશન કન્સ્ટ્રકશન માટેનો રાખવામાં આવેલ સામાનની ચોરી થઇ હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે નોંધાઈ છે.




મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના જુની કાચલી ગામે આવેલ એરીગેશનના ખુલ્લા કંમ્પાઉન્ડામાંથી તા.૧૯મી ઓગસ્ટ નારોજ એરીગેશન કન્સ્ટ્રકશન માટેનો રાખવામાં આવેલ સામાન જેમાં નં.(૧) ૧૫૦ mm એમ.એસ. પાઇપ ફ્લાન્સવાળો બે ફુટનો નંગ-૦૧ જેની કિ.રૂ.૧૫૦૦/- તથા નં.(૨)રાઉન્ડ સેંન્ટીંગ પ્લેટ સાઇઝ ૩x૪ ફુટ નંગ-૧૦ જેની કુલ કિ.રૂ.૮૦૦૦/- તથા નં.(૩) સીંમેન્ટ પોલ માટેની પ્લેટ સાઇઝ ૯x૩ ફુટ નંગ.૦૩ જેની કુલ કિ.રૂ.૧૨૦૦૦/- તથા નં.(૪)લોખંડના ક્લેપ નંગ-૩ સાઇઝ ૧૦ ફુટ જેની કુલ કિ.રૂ.૪૦૦૦/- તથા નં.(૫) ૨૦૦ mm એમ.એસ. પાઇપજેમાં પાંચ ફુટ નંગ.૦૧ તથા સાત ફુટ નંગ.૦૧ તથા બે ફુટ નંગ.૦૧ તથા દોઢ ફુટ નંગ.૦૨ જેની કુલ કિ.રૂ.૧૯૦૦૦/- તથા નં.(૬) લોખંડની પ્લેટના પાટા જેમાં દસ ફુટ નંગ.૦૧ તથા બે ફુટ નંગ.૦૧ જેની કુલ કિ.રૂ.૭૦૦/- તથા નં.(૭) ઇલેક્ટ્રીક કોયલ સ્ટેન્ડ સાથે નંગ.૦૧ જેની કિ.રૂ.૫૦૦/- તથા નં.(૮) સબ મર્શીબલ મોટર નંગ.૦૧ જેની કિ.રૂ.૮૦૦૦/- તથા નં.(૯) ૨૦૦ mm એમ.એસ.એલ્બા નંગ.૦૬ જેની કુલ કિ.રૂ.૯૦૦૦/- તથા નં.(૧૦) એર વાલ્વ ૮૦ mm ના નંગ.૦૫ જેની કુલ કિ.રૂ.૧૫૦૦૦/- તથા નં.(૧૧) ચેઇન પાનાનો હાથો નંગ.૦૧ કિ.રૂ.૧૫૦/- આમ કુલ્લે કિ.રૂ.૭૭,૮૫૦/- નો મુદ્દામાલ કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ નાશી છુટ્યો હોવાની ફરિયાદ કંન્ટ્રકશન નું કામ કરતા પોપટભાઇ ડાહ્યાભાઇ લાઠીયા હાલ રહે.જુની કાચલી એરીગેશન કેમ્પસ તા.ઉચ્છલ જિ.તાપી મુળ રહે.એફ.૩૦૧ સાંસ્કૃત રેસીડેન્સી સરથાણા જકાતનાકા સુરત નાઓએ પોલીસ મથકે નોંધવતા ઉચ્છલ પોલીઓ દ્વારા તા.૨૦મી ઓગસ્ટ નારોજ અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application