Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-ઉકાઈ માર્ગ પરથી રીક્ષાના ચોરખાના માંથી 19 હજારનો ઈંગ્લીશદારૂ ઝડપાયો

  • September 27, 2020 

સુરત રેંજ આઈજી ટીમ ઓપરેશન ગૃપને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ જે.કે.પેપર મિલનો ગેટના પુલ નજીકથી એક બજાજ કંપનીની ઓટો રીક્ષા ઝડપી પાડી હતી.

 

તપાસ દરમિયાન નારાયણ ઉર્ફે નરેન્દ્રભાઈ મગનભાઇ પાટીલ હાલ રહે,કડોદરા,ઝોલવા આરાધના-ડ્રીમ વિભાગ-1 જી.સુરત મૂળ રહે, ખેડી રામેશ્વર, તા.અમલનેર જી.જલગાંવ (મહારાષ્ટ્ર) નો રીક્ષા નંબર-જીજે/05/વીવી/9259 ના પાછળના ભાગે ચોર ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટની ટીન બીયરનો જથ્થો બાટલીઓ નંગ 264 જેની કિંમત રૂપિયા 19,200/- નો મુદ્દામાલ સંતાડી લઇ જતા પોલીસની રેડમાં પકડાઈ ગયો હતો. તેની અંગ ઝડતી દરમિયાન એક મોબાઈલ ફોન કી.રૂ.5000/- તથા દારૂનો મુદ્દામાલ તથા બજાજ રીક્ષા મળી કુલ રૂપિયા 49,200/- નો મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ બિપીનભાઈ રમેશભાઈ ગામીતની ફરિયાદના આધારે નારાયણ ઉર્ફે નરેન્દ્રભાઈ મગનભાઇ પાટીલ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application