Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુમદા ગામ પાસેથી મોપેડ ગાડી ઉપર લઈ જવાતો ઈંગ્લીશદારૂ ઝડપાયો, ખેપીયાઓ ફરાર

  • September 14, 2021 

સોનગઢના દુમદા ગામ પાસેથી આજરોજ એકટીવા મોપેડ ગાડી ઉપર લઇ ઈંગ્લીશદારૂ જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો, જોકે એકટીવા પર સવાર બે ઈસમો નાશી છુટ્યા હતા જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે આજરોજ સવારે સોનગઢ ના દુમદા ગામ પાસેના રેલ્વે ફાટક પાસેથી એક એકટીવા મોપેડ ગાડીનો પીછો કર્યો હતો.જોકે પોલીસને પીછો કરતા જોઈ ગયેલા મોપેડ ચાલક અને તેની પાછળ બેસેલ અન્યું એક ઇસમ એકટીવા મોપેડ નંબર જીજે/૨૬/ક્યુ/૯૬૩૬ને સ્થળ પર મૂકી નાશી છુટ્યા હતા. સ્થળ પર પહોચેલી પોલીસે તપાસ કરતા એક પ્લાસ્ટિકના મીણીયા થેલામાં તથા એકટીવા મોપેડની ડીકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ ૧૯૨ જેની કી.રૂ. ૯૬,૦૦/-નો દારૂ મળી આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે એલસીબીના પોલીસકર્મી ની ફરિયાદના આધારે રૂ.૯૬૦૦/-નો દારૂ, રૂ.૪૦ હજારની એકટીવા મોપેડ મળી કુલ રૂપિયા ૪૯,૬૦૦/- નો મુદ્દામાલ એલસીબી કબજે કરી ફરાર થઇ ગયેલ એકટીવા ચાલક અને તેની પાછળ બેસેલ ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application