Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના રાણીઆંબા ફાટક પાસેથી ઈંગ્લીશદારૂ ભરેલી કાર પકડાઈ

  • October 07, 2020 

સોનગઢ-રાણીઆંબા માર્ગ પરથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

તાપી ડીવાયએસપી સ્ટાફ ને મળેલ બાતમીના આધારે સોનગઢના રાણીઆંબા ગામના રેલ્વે ફાટક નજીક એક લક્ઝુરીયસ ટોયટા ફોર્ચ્યુંનર ગાડી નંબર જીજે/19/એએમ/5887 ને ઝડપી પાડવામાં આવી હતી.

 

તપાસ દરમિયાન ગાડીના સીટના ભાગે ભારતીય બનાવટના હાયવર્ડ-5000 સ્ટ્રોંગ બીયર ની બોટલ નંગ 120 જેની કિંમત રૂપિયા 12,000/- નો ઈંગ્લીશદારૂ મળી આવ્યો હતો.

 

આ બનાવમાં ગાડીનો ચાલક ઠાકોરભાઈ દિનેશભાઈ રાઠોડ રહે, હળપતિવાસ,નિયોલ તા.પલસાણા જી.સુરત ની અટક કરી તેની પૂછપરછ હાથ ધરતા દારૂનો મુદ્દામાલ કાકા વાઈન શોપ નવાપુર ખાતેથી ભરી લાવી દીપિકાબેન ઠાકોરભાઈ રાઠોડ રહે, હળપતિવાસ,નિયોલ તા.પલસાણા જી.સુરત ની મહિલાએ દારૂ મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું, 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ ની ફરિયાદના આધારે ઈંગ્લીશદારૂ, ટોયટા ફોર્ચ્યુંનર ગાડી અને આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 12,22,750/- નો મુદ્દમાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application