મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં મોટી વેડછી ગામની પ્રાથમિક શાળાના સામેના રોડ ઉપરથી કારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે બે ઈસમોને આ કામે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વાલોડનાં વેડછી સર્કલ ઉપર વાહન ચેકિંગમાં હતા.
તે દરમિયાન વેડછી ગામ તરફથી એક કાર પુરઝડપે આવતી હોય તેને રોકવાનો ઈશારો કરતા કાર ચાલકે સર્કલ પહેલાના ડિવાઈડર ઉપરથી પોતાના કબ્જાની કાર પરતવાળી વેડછી ગામ તરફ લઈ જતા પોલીસને શંકા જતા પોલીસ પોલીસે ચાલકને પીછો કરતા ચાલકે મોટી વેડછી ગામની પ્રાથમિક શાળાના સામે રોડ ઉપર પોતાના કબ્જાનું વાહન ઉભું રાખી કારમાંથી કાર ચાલક તથા તેના બાજુમાં બેસેલ ઈસમ ઉતરીને રોડની બાજુમાં આવેલ ખેતોમાંથી થઈ ભાગી છૂટ્યા હતા.
ત્યારબાદ પોલીસે સ્થળ ઉપર આવી કાર નંબર GJ/21/AA/4518માં તપાસ કરતા કાર માંથી ઈંગ્લીશ દારૂ ભરેલ ખાખી પુંઠાનાં બોક્ષ તથા ઈંગ્લીશ દારૂની નાની મોટી મળી કુલ 1,020 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો મુદ્દમાલ જેની કિંમત રૂપિયા 1,45,200/- અને બે નંબર પ્લેટ તથા કાર મળી કુલ રૂપિયા 3,45,200/-નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલ બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500