થર્ટી ફસ્ટ માં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના બદઈરાદા ને રેંજ આઈજી સુરતની ઓપરેશન ગૃપ ની ટીમે નાકામ બનાવી દીધો છે,
મહારાષ્ટ્ર માંથી તાપી જીલ્લાના માર્ગે લવાયેલો ઈંગ્લીશદારૂનો જથ્થો ભરેલી કાર ને રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપના માણસોએ સોનગઢના ડોસવાડા ગામ તરફ જવાના રસ્તા પરથી કારનો ફિલ્મી ઢભે પીછો કરી ઝડપી પાડી હતી. કાર માંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ 1056 અને કાર મળી મળી કુલ રૂપિયા 4,98,400/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જોકે કાર ચાલક પોલીસને હાથ તાળી આપી નાશી છુટ્યો હતો, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુત્રો અનુસાર પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્ર માંથી ઉચ્છલ–સોનગઢ ચેકપોસ્ટ થઇ ઈંગ્લીશ દારૂનો જથ્થો લવાઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી અનુસાર સુરત રેન્જના ઓપરેશન ગ્રુપની ટીમના એએસઆઈ મહાદેવ કિશનરાવ તથા હેડકોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈ નાઓ તાપી જીલ્લામાં પીએસઆઈ પી.પી.ચૌહાણ ઓપરેશન ગ્રુપ સુરત રેન્જ સુરતના માર્ગદર્શન હેઠળ રાત્રી દરમિયાન પ્રોહી ડ્રાઈવર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ વાહન મહારાષ્ટ્ર તફથી સોનગઢ-વ્યારા તરફ આવતા શંકાસ્પદ જણાતા તે હુન્ડાઈ કંપનીની વેરના ગાડી નંબર જીજે/26/એ/3500 નો પીછો કરતા તે વેરના કાર ના ચાલકે પોતાની કાર સોનગઢ જેસીંગપુરા ટેકરા થઈ પોખરણથી ડાબી સાઈડમાં ડોસવાડા ગામ તરફ જવાના રસ્તે વાળી પુર ઝડપે હંકારી લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગળ જતા ગરનાળા પહેલા ચાલકે પોતાનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ખાડામાં ઉતરી ગઈ હતી.જોકે પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા સ્થળ પર કાર છોડી તેનો ચાલક નાશી છુટ્યો હતો.
તપાસ દરમિયાન કાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વ્હીસ્કી તથા ટીન બિયરની કુલ બોટલો નંગ-1056 કીંમત રૂપિયા 98,400/- તથા વેરાના ગાડી કિમંત રૂપિયા 4 લાખ મળી કુલ રૂપિયા 4,98,400/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જયારે હુન્ડાઈ કંપનીની વેરના કાર ના ચાલકને વોન્ટેડ જાહેર કરી તેના વિરૂદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશન મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500