જમ્મુકાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. કઠુઆ જિલ્લાનાં હીરાનગરમાં સેનાને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જ્યારબાદ અહીં મોટા સ્તરે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સેનાએ ત્રણથી ચાર આતંકવાદીઓને જોયા અને પછી અથડામણ શરૂ થઈ ગઈ. ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર નજીક શંકાસ્પદો જોવા મળતા સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. સેનાને શંકા છે કે આ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોઈ શકે છે.
ગુપ્ત માહિતીના આધાર પર જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટીમ, સેના અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની ટીમોએ કઠુઆ જિલ્લાના હીરાનગરમાં ઈન્ટરનેશનલ બોર્ડર નજીક વન વિસ્તારમાં મોટાપાયે શોધખોળ શરૂ કરી હતી. સેનાએ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક ગ્રુપને રોક્યું અને પછી અથડામણ શરૂ થઈ ગઈ હતી. જે જગ્યાએ એન્કાઉન્ટર થઈ રહ્યું છે તે વિસ્તાર ગાઢ જંગલ વાળો છે. તેવામાં આ ઓપરેશન લાંબો સમય ચાલી શકે છે. જમ્મુમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓની અથડામણની ઘટનાઓ સતત વધી રહી છે. 17 માર્ચ 2025એ કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયો હતો. હાલમાં જ કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. જેમાંથી એક 14 વર્ષનો યુવક પણ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application