મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચોપરમાં બર્ડ હિટિંગની ઘટનાને કારણે વારાણસી પોલીસ લાઇનમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. રવિવારે સવારે પોલીસ લાઇનથી ચોપર દ્વારા તે લખનઉ રવાના થઈ રહ્યાં હતા. ઉડાનની 5 મિનિટ બાદ પાયલટ ચોપર પરત લેન્ડ કરાવવામાં આવ્યું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુરક્ષા વચ્ચે પરત સર્કિટ હાઉસ લાવવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી તેઓ બાબતપુર એરપોર્ટ માટે નિકળ્યા છે. હવે લખનઉ જવા માટે સ્ટેટ પ્લેન મંગાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને કારણે યોગી આદિત્યનાથ વારાણસીમાં વિકાસ કાર્યોની સમીક્ષા અને નિરીક્ષણ માટે બે દિવસીય પ્રવાસે આવ્યા હતા.
શનિવારે સાંજે વિકાસ કાર્યોની સમીક્ષા અને નિરીક્ષણ બાદ રવિવારે સવારે પોલીસ લાઇનથી ચોપર દ્વારા લખનઉ રવાના થવાનું હતું. નિર્ધારિત સમય પર મુખ્યમંત્રી સર્કિટ હાઉસથી પોલીસ લાઇન માટે નિકળ્યા અને સવારે 9.12 કલાકે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી.પાંચ મિનિટ બાદ ચોપરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માએ જણાવ્યુ કે બર્ડ હીટિંગની ઘટનાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500