વડોદરા જિલ્લાના ડભોઇ પાસે વેગા ચોકડી નજીકની નીમાં રાઈસ મીલની પાછળ જીઇબીની લાઈનના કામ ચાલે છે. જેમાં રમેશ હીરાભાઈ પટેલના માણસો ભૂરા મના રાવળ, અરવિંદ સોમાભાઈ બારીયા, દિલીપ મનાભાઈ રાઠવા, નટુ ગાગુભાઈ રાવળ જીઇબી લાઈનનું કામ કરતા હતા જીઇબીના થાંભલા ખાડા ખોદી લાગી ગયેલ હોવાથી થાંભલા પર ચડી અરવિંદ અને દિલીપ ઈલેક્ટ્રીક એલ્યુમિનિયમના વાયરો લગાવવા માટે કામ કરતા હતા ત્યારે અચાનક અરવિંદ અને દિલીપે બુમો પાડી કે કરંટ લાગ્યો છે. જેથી દિલીપ થાંભલા પરથી નીચે પડી ગયેલો અને અરવિંદ થાંભલા પર જ લટકી ગયેલો બાદમાં તેને નીચે ઉતારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application