મહારાષ્ટ્રમાં મુંબઇ સહિત 14 મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ બાબતે પ્રથમ વખત રાજ્ય ચૂંટણી પંચે સંકેત આપ્યા છે. મુંબઇ, થાણે, નાગપુર મહાનગર પાલિકાની ચૂંટણી જુલાઇથી ઓક્ટોબર દરમિયાન યોજાશે, એવી શક્યતા છે. નવ મહિના પૂર્વેથી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી ત્યારથી રાજ્ય ચૂંટણી પંચે પ્રથમ વેળા ચૂંટણી યોજવા બાબતે તારીખના સંકેતો આપ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણી માટે ગત તા.31મે સુધીની મતદાર યાદીને માન્ય રાખવાનું નિશ્ચિત કર્યું છે. આથી ગત તા.31મે પૂર્વે મતદારે પોતાના નામની નોંધણી કરાવી હશે તેને મતદાન કરવાનો અધિકાર મળશે.
14 મહાનગર પાલિકાના કમિશનરને આપેલા પત્રમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે વોર્ડ અને આરક્ષણના ડ્રો માટે ચૂંટણી પંચે તૈયારી કરી છે. વિધાનસભા મતદાર ક્ષેત્ર મુખ્ય મતદાર યાદી જાહેર કરાશે. 14 પાલિકાના વોર્જ સીમાકન અને આરક્ષણની લોટરી કાઢવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આ ચૂંટણી માટે મતદાર યાદી 7 જુલાઇ સુધીમાં જાહેર કરાશે એમ ચૂંટણી પંચે પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
રાજ્યની 14 મહાપાલિકાની મુદત પૂરી થઇ છે. એમાં મુંબઇ, પુણે, થાણે, પુણે, પિંપરી, ચિંચવડ, નાશિક, નાગપુર, કલ્યાણ, ડોમ્બિવલી, નવી મુંબઇ, વસઇ- વિરાર, ઉલ્હાસનગર, ઔરંગાબાદ, કોલ્હાપુર, સોલાપુર, અકોલા, અમરાવતી આ શહેરની મહાપાલિકાની ચૂંટણી પ્રલંબિત છે. સુપ્રીમ કોર્ટે ઓ.બી.સી. રાજકીય આરક્ષણ સિવાય તાકીદે ચૂંટણીના કાર્યક્રમને જાહેર કરવાનો આદેશ ચૂંટણી પંચને આપ્યો હતો.
માત્ર સુનાવણી દરમિયાન ચોમાસાનું કારણ આપીને પંચને સંપૂર્ણ રાજ્ય માટે તાકીદે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાનું અડચણ આવી શકે છે, એમ કહેવાય છે. ખાસ કરીને કોંકણ અને મુંબઇમાં ચોમાસામાં પુર જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. આથી ત્યાં ચૂંટણી યોજવામાં અડચણ આવી શકે છે. આથી જિલ્લા મુજબ સમીક્ષા કરીને ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરો એવો આદેશ અદાલતે આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500