સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ થઇ ગઈ છે, તો બીજી તરફ મતદારો પણ પોતાના વિસ્તારોમાં ભૂતકાળમાં પડેલ અગવડતાને લઈ મેદાને આવ્યા છે, અને ના છૂટકે ચૂંટણી બહિષ્કાર નો માર્ગ અપનાવી રહ્યા છે,
આવુજ કંઈક વ્યારા નગર પાલિકા વિસ્તારમાં જોવા મળ્યું,જ્યાં પ્રાથમિક સુવિધા થી વંચિત એક સોસાઈટીના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને પાલિકા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વ્યારા નગર પાલિકા વોર્ડ નંબર ત્રણ માં આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં વર્ષો જૂની પાણીની સમસ્યા, સફાઈ સહીત ના વિવિધ મુદ્દે આજે સોસાઈટીના સો થી વધુ સભ્યો રોડ પર આવી જઈ ને ચૂંટણી બહિષ્કાર ના વિવિધ જગ્યાઓ પર બેનરો મારીને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, અને આ મુદ્દે તમામ સભ્યોએ કોઈપણ રાજકીય પક્ષો અને તંત્રએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં,
આવનાર ચૂંટણીમાં ખોટે ખોટા વાયદાઓ વચનો આપીને મત માંગવા આવવું નહીં, તેવી ચીમકી સાથેના બેનરો લગાવાયા છે, અને સોસાયટીના લોકોમાં આક્રોશ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500