Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટાયેલા સભ્યોએ જાહેર ફરજો અને તેમના ચૂંટણીલક્ષી હિત વચ્ચે કોઇ સંઘર્ષ ના થાય તેનું ધ્યાન રાખવુ જોઇએ

  • September 24, 2023 

લોક પ્રતિનિધિના વર્તનના સંદર્ભમાં ચીફ્ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુધ્ધા માયીની ખંડપીઠે ઠરાવ્યું છે કે,ચૂંટાયેલા સભ્યોએ જાહેર ફરજો અને તેમના ચૂંટણીલક્ષી હિત વચ્ચે કોઇ સંઘર્ષ ના થાય તેનું ધ્યાન રાખવુ જોઇએ. ચૂંટાયેલા સભ્યોએ અધિકારીઓને એવું કોઇપણ રીતે કાર્ય કરવા માટે કહેવું જોઇએ નહી કે, જેનાથી તેમની ફરજો અને જવાબદારીઓ વચ્ચે સંઘર્ષ થાય. એટલું જ નહી, ચૂંટાયેલા સભ્યોએ એવું કંઇ ના કરવું જોઇએ કે જેનાથી તે જે સંસ્થામાં ચૂંટાયા હોય તે સંસ્થાની બદનામી થાય અથવા તેની વિશ્વનીયતા જોખમાય.



ઉંઝા નગરપાલિકાના ગેરલાયક ઠરાવાયેલ કાઉન્સીલર ભાવેશ કમલેશભાઇ પટેલ દ્વારા સીંગલ જજના ચુકાદાને પડકારતી લેટર્સ પેટન્ટ અપીલ ફગાવી દેતા ચુકાદામાં હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટાયેલા લોકપ્રતિનિધિએ તેમના પદનો ઉપયોગ જે લોકોએ તેમને ચૂંટયા છે તેમની સામાન્ય સુખાકારીને આગળ વધારવા માટે કરવો જોઇએ. પ્રસ્તુત કેસમાં લોક પ્રતિનિધિએ જાહેરહિતને જોખમમાં ના આવે તે રીતે સંઘર્ષનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હોવો જોઇએ તેના બદલે અહીં લોક પ્રતિનિધિએ ચીફ સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા સત્તાવાર ફરજોની નિભાવની કામગીરીમાં દખલ કરી છે.




અગાઉ ઉંઝા નગરપાલિકાના એક ચૂંટાયેલા કાઉન્સીલરને ગેરલાયક ઠરાવવાના સરકારના નિર્ણયને બહાલ રાખતા જસ્ટિસ નિર્ઝર દેસાઇએ ચુકાદો આપ્યો હતો કે, ઉંઝા નગરપાલિકાએ કોરોના મહામારી દરમિયાન પોલીસ સત્તાવાળાઓ અને દુકાનદારો સાથે મીટીંગ કરી અને દુકાનો એક અઠવાડિયું સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ચીફ્ સેનેટરી ઇન્સ્પેક્ટર આ નિર્ણયની અમલવારી અંગે કોઈ સ્વાર્થ વિના કામ કરી રહ્યા હતા ત્યારે લોક પ્રતિનિધિ તરીકે આ નિર્ણયને સહકાર આપવાના બદલે અરજદારે સરકારી સેવકના કામમાં બાધા ઉભી કરી હોવાનું સ્પષ્ટ થાય છે. લોક પ્રતિનિધિનું આ પ્રકારનું અભદ્ર અને બિનસંસદીય ભાષાનો શબ્દ પ્રયોગ એ ગેરવર્તણૂંક જ ગણાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application