પંજાબના મોહાલીના કુરાલીમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ (Fire in Chemical Factory) લાગી છે. આ ઘટનામાં 7થી 8 લોકો દાઝી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોહાલી અને રોપડથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ બંને શહેરોમાંથી એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ પણ પહોંચી છે. પોલીસ અધિકારીઓ અને 24 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર છે. આગના ઝપેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીની બાજુમાં પણ અન કેમિકલ ફેક્ટરી આવેલી છે.
જો આ ફેક્ટરી સુધી પણ આગ પહોંચશે તો મોટું નુકસાન થઈ શકે છે. મળતા અહેવાલો મુજબ ચનાલોન સ્થિત ઈન્ડસ્ટ્રિયલ ફોકલ પોઈન્ટ (Industrial Focal Point)માં આ કેમિકલ ફેક્ટરી આવેલી છે, ઉપરાંત તેની બાજુમાં અન્ય એક કેમિકલ ફેક્ટરી હોવાથી ચિંતા વધી ગઈ છે. આગના કારણે આખી ફેક્ટરીમાં ધુમાળાના ગોટા વળ્યા છે. ફેકટ્રીમાં કયા કારણોસર આગ લાગી, તે હજુ જાણી શકાયું નથી. આગ લાગ્યા બાદ અત્યાર સુધીમાં 5 લોકોનું રેસ્ક્યુ કરી મોહાલીની 6 ફેસ હોસ્પિલમાં લઈ જવાયા છે. ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ અંદર કેમિકલના કારણે સતત બ્લાસ્ટ પણ થઈ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application