Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે કોરોના ના વધુ 8 કેસ સાથે તાપી જિલ્લામાં કુલ આંક 656 થયો,મૃત્યુ આંક 39

  • October 08, 2020 

તાપી જીલ્લામાં આજરોજ કોરોના ના વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 656 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 39 દર્દીઓના મોત નીપજ્યા છે.

 

આજે વધુ 12 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 584 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે થી 49 વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.7-ઓક્ટોબર નારોજ વ્યારા તાલુકામાં 2 કેસ, વાલોડમાં 5 કેસ અને સોનગઢમાં 1 કેસ મળી કુલ 8 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.

 

કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

7-ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...

(1) 27 વર્ષિય પુરુષ, આશ્રમ ફળિયું‌,તીતવા-વાલોડ
(2) 26 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,ભીમપોર-વાલોડ 
(3) 39 વર્ષિય પુરુષ, તાલુકા પંચાયતની બાજુમાં-વાલોડ
(4) 18 વર્ષિય પુરુષ, બજાર ફળિયું-વાલોડ  
(5) 50 વર્ષિય પુરુષ,બજાર ફળિયું-વાલોડ  
(6) 45 વર્ષિય પુરુષ,રામકબીર નગર-વ્યારા
(7) 35 વર્ષિય પુરુષ,તોરણ રેસીડેન્સી,મુસા-વ્યારા
(8) 46 વર્ષિય મહિલા, પટેલ ફળિયું,ઘોડા-સોનગઢ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application