બારડોલી તાલુકાનાં સેજવાડ ગામની સીમમા આવેલા કોઈ હેમંત પટેલનના નામના ઈસમના ફાર્મ હાઉસમાં રોકડા રૂપિયા દાવ પર લગાવી તીનપત્તી પાનાનો જુગાર રમતા બારડોલીના આઠ જુગારીઓને બારડોલી ગ્રામ્ય પોલીસે બાતમી આધારે ઝડપી લઈ જુગાર દાવમાં લગાડેલા ૩૭,૬૩૦-/ની રોકડ પણ જપ્ત કરી હતી. મળતી માહિતી મુજબ, બારડોલી ગ્રામ્ય પોલીસના પી.આઈ. પી.એમ.જાડેજા અને સ્થાનિક પોલીસે બાતમી આધારે તાલુકાના સેજવાડ ગામની સીમમા આવેલા હેમંત પટેલ નામના ઈસમના ફાર્મ હાઉસમા તીનપત્તી પાના પર કેટલાક જુગારીઓ રોકડ રૂપિયા દાવ પર લગાડી જૈગાર રમી રહ્યા હતા.
પોલીસે બાતમી આધારે રેડ કરતા સેજવાડ ગામની સીમમા હેમંત પટેલના બ્લોક નં.૩૭૪ વાળા ખેતરમા બનાવેલ ફાર્મહાઉસના ઓટલા ઉપર જાહેરમાં તીનપત્તી પાના પર જુગાર રમી રહેલા હેમંત હસમુખભાઈ પટેલ, મહંમદ મહંમદ મુનાફ જાકરભાઈ મેમણ, શરીફ યાકુબભાઈ પટેલ, જાવેદ ગુલાબભાઈ ખાટીક, સલીમ ગફુર સૈયદ, મોસીમ હારૂન ખાટીક, જાકીર ઉસ્માન શેખ, મોહનલાલ ગોવર્ધનલાલ સાલવી (તમામ રહે.બારડોલી)નાંની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ, પોલીસે રેડ દરમિયાન જુગારીઓ પાસેથી દાવ પરના રોકડા રૂપિયા ૧૦,૨૦૦ તથા પકડાયેલ ઇસમોના અંગઝડતીમાંથી રોકડા રૂપિયા ૨૭,૪૩૦ મળી કુલ રોકડા રૂપિયા ૩૭,૬૩૦/- કબ્જે કરી આ તમામ આઠ જુગારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500