Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉચ્છલ ખાતે વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અંતર્ગત વિવિધ સ્વીપ એક્ટિવિટી દ્વારા મતદાન જાગૃતતા આણવાનો પ્રયાસ

  • November 13, 2022 

તાપી જિલ્લાનાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉચ્છલ ખાતે વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અન્વ્યે મતદાન અંગે જાગૃતતા આણવા વિવિધ સ્વીપ એક્ટીવીટીઝનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે તાજેતરમાં સંસ્થાના આચાર્યનાં માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધા, નાટીકા તેમજ ગીત, સંગીત કાર્યક્રમનુ આયોજન કરવામાં હતુ. જેમાં સંસ્થાનાં કર્મચારીઓ તેમજ તાલીમાર્થીઓ અને અન્ય નાગરીકો સાથે કુલ ૨૯૩ લોકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.


આ કાર્યક્રમમાં નોડલ અધિકારી તેમજ કાર્યક્રમનાં લાયઝન અધીકારી પ્રિતીબેન રાણા જોડાઇ ઉપસ્થિત તમામને આપિલ કરતા જાણાવ્યું હતુ કે, ઉચ્ચલ તાલુકામાંથી વધુમાં વધુ મતદાન થાય, દરેક મતદાર પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે. મતદાનની જાગૃતિ લાવવાના પ્રયાસ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ ઉજવાય છે તો તમામ નાગરિકોને તેમણે ભારપુર્વક આ જાગૃતિ અભિયાનમાં જોડાઇ લોકશાહીના આ આવસરને ઉજવવા આગ્રહ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application