દિલ્હી-NCRમાં આજે બપોરે 2.30 વાગ્યા આસપાસ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર, એક-બે નહીં પરંતુ ઘણી જગ્યાએ લોકોએ ભૂકંપનાં 3 આંચકા અનુભવ્યા હતા. જોકે ભૂકંપનું કેન્દ્ર નેપાળ બાજુ નોંધવામાં આવ્યું છે. જમીનથી 10km નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. ભૂકંપ માત્ર દિલ્હી-NCRમાં જ નહીં પરંતુ ઉત્તરાખંડ, યુપીનાં રામપુરમાં પણ અનુભવાયો છે.
ભૂકંપનાં આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અને તેની તીવ્રતા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ નથી. વિશ્વનાં વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે, વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગનાં આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500