Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈન્ડોનેશિયામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા : ભૂકંપની તીવ્રતા 7.6 નોંધાઈ

  • January 10, 2023 

ઈન્ડોનેશિયામાં ફરી એક વખત જોરદાર ભૂકંપ આવ્યો હતો. જોકે આ ભૂકંપ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS)એ આ માહિતી આપી છે. USGS એ અહેવાલ આપ્યો છે કે, ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરના સમુદ્રની નીચે 7.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનાં આંચકા ઈન્ડોનેશિયાનાં તુઆલ ક્ષેત્રનાં 342 દક્ષિણપૂર્વમાં અનુભવાયા હતા. યુરોપીયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે, ઈન્ડોનેશિયાથી 2000 કિલોમીટરથી વધુ દૂર ઓસ્ટ્રેલિયા અને પૂર્વ તિમોરમાં પણ આંચકા અનુભવાયા હતા.



ભૂકંપનાં જોરદાર આંચકાનાં કારણે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનાં કારણે ઈન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ દેશમાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જોકે, એજન્સીએ થોડા જ સમય બાદ એલર્ટ હટાવી લીધું હતું. આ પહેલા ઈન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન  ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ અહેવાલ આપ્યો હતો અને તેનું કેન્દ્ર 5.26 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 97.04 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. NCS પ્રમાણે તેની ઊંડાઈ 10 કિમી નોંધવામાં આવી હતી. 




ઈન્ડોનેશિયા એક એક્ટિવ ભૂકંપ ઝોનમાં સ્થિત છે. આજ કારણ છે કે, ત્યાં ઘણી વખત ભૂકંપનાં આંચકા અનુભવાય છે. ઈન્ડોનેશિયા પેસિફિક મહાસાગરમાં સ્થિત 'રિંગ ઓફ ફાયર'નો એક હિસ્સો છે. રીંગ ઓફ ફાયર એ પેસિફિક મહાસાગર બેસિનનો વિસ્તાર છે. જ્યાં અનેક જ્વાળામુખી ફાટતા રહે છે જેના કારણે ત્યાં સતત ભૂકંપના આંચકા આવતા રહે છે. ભૂકંપનાં કારણે તેની આસપાસનાં દરિયામાં સુનામી જન્મે છે. રિંગ ઓફ ફાયરનો આ વિસ્તાર લગભગ 40 હજાર કિલોમીટરના ત્રિજ્યામાં ફેલાયેલો છે. અહીં વિશ્વના 75 ટકા સક્રિય જ્વાળામુખી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application