ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આજરોજ સાંજે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જોકે ISRએ જણાવ્યું છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. ભૂકંપ સાંજે 6:08 મિનિટ પર આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપથી કોઈ નુકસાની કે જાનહાનિ થવા પામી નથી. ISRનાં આંકડા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ગીર સોમનાથ જિલ્લાના તલાલાથી અંદાજિત 2 કિલોમીટર દૂર હતું. ગુજરાતમાં ભૂકંપની ઘટના વચ્ચે જાપાનમાં પણ ભૂકંપ આવ્યો છે. જાપાનના ઇશિકાવા પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application