Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો

  • February 02, 2024 

શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે મુજબ શુક્રવારે બપોરે 12.07 કલાકે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. જેને લઈ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

ઇન્ડો-પાક બોર્ડર નજીકના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવા લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતુ. સરહદી વિસ્તારમાં ધરતીકંપના આંચકાને લઈ લોકોમાં ચિંતા વ્યાપી હતી. રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાઈ હોવાનું મીડિયા અહેવાલમાં દર્શાવ્યુ છે. જોકે રાહતની વાત એ છે તે, ધરપતી કંપના આંચકા દરમિયાન કોઈને ઇજા પહોંચી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application