એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીને કોયલા દાણચોરી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. તપાસ એજન્સીના એક અધિકારીએ આ જાણકારી આપી. કેન્દ્રીય તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને શુક્રવારે સવારે તેમની કોલકાતા કાર્યાલયે પહોંચવા જણાવ્યું છે.
ED અધિકારીએ કહ્યું છે કે,એજન્સીએ આ જ કેસમાં 5 સપ્ટેમ્બરે અભિષેક બેનર્જીની ભાભી મેનકા ગંભીરને પૂછપરછ માટે નોટિસ મોકલી છે. ગંભીરને નવી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. મીડિયા સાથે વાત કરતા ED અધિકારીએ કહ્યું કે,અમે અભિષેક બેનર્જીને 2 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે અમારી ઓફિસમાં અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.તેમણે કહ્યું કે કોલસા ચોરી કૌભાંડના સંદર્ભમાં નવી દિલ્હીથી અમારા અધિકારીઓ તેમની પૂછપરછ કરવા આવશે.EDના અધિકારીએ જણાવ્યું કે, તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જીને રવિવારે નોટિસ મોકલવામાં આવી હતી.
તૃણમૂલ કોંગ્રેસે કહ્યું- આ રાજકીય બદલો
દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે EDની આ કાર્યવાહીને રાજકીય બદલો ગણાવી છે. તૃણમૂલ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે,'ખરેખર તેઓ અભિષેકથી ડરે છે.' સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીથી EDના અધિકારીઓ અભિષેકની પૂછપરછ કરવા કોલકાતા આવશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ મમતા બેનર્જીએ આશંકા વ્યક્ત કરી હતી કે કેન્દ્રીય એજન્સી કોલસાની દાણચોરીના કેસમાં અભિષેકને સમન્સ મોકલી શકે છે.
અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરા બેનર્જીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી
જણાવી દઈએ કે,ED બંગાળમાં ગેરકાયદેસર માઈનિંગ અને કોલસાની દાણચોરીના મામલાની પણ તપાસ કરી રહી છે. આ કેસમાં ED પહેલાથી જ અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરા બેનર્જીની પૂછપરછ કરી ચૂકી છે. થોડા મહિના પહેલા ઇડીએ રૂજીરા બેનર્જીની સાડા પાંચ કલાક પૂછપરછ કરી હતી. તેના બે બેંક ખાતા અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500