Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત વ્યારા નગરપાલિકામાં “સિટી સિવિક સેન્ટર”નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીનાં વરદ હસ્તે કરાયું

  • June 10, 2023 

સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વ્યારા નગરપાલિકાના “સિટી સિવિક સેન્ટર” સહિત રાજ્યના ૨૨ જેટલા “સિટી સિવિક સેન્ટર”નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૦૮ મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ રાજ્યની ૧૫૭ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાતને અનુલક્ષીને નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરવામાં આવી છે.




તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તેવા આશયથી રાજ્યમાં આજે વિવિધ સ્થળોએ ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ‘સિટી સિવિક સેન્ટર’માં મિલકત વેરાનું ચુકવણું, મિલકત વેરાની આકારણી, મિલકત વેરાની રસીદ, વ્યવસાય વેરો, વ્યવસાય નોંધણી પ્રમાણપત્ર, વ્યવસાય કર્મચારી નોંધણી પ્રમાણપત્ર, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી અરજી, ગુમાસ્તાધારા નોંધણી, ગુમાસ્તાધારા પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.




આમ, તે આ સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય થાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩.૦૦ કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવશે. વ્યારા ખાતે સિટી સિવિક સેન્ટરમાં હેલ્પ ડેસ્ક, LED ડિસ્પ્લે સાથે ટોકન નંબર સિસ્ટમની સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા, ફાયર સેફ્ટી આ તમામ સુવિધાનો નાગરિકો લાભ લઈ શકશે. શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application