તહેવારોમાં પૂર્વ વિસ્તારમાં ચોર અને લૂંટારૂ ટોળકીએ તરખાટ મચાવ્યો હતો અને રેકી કરીને બંધ મકાનોને ટાર્ગટ કર્યા હતા. નિકોલમાં પત્ની સંતાનો સાથે પિયરમાં રક્ષાબંધન કરવા માટે ગઇ હતી. જ્યારે પતિ ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. જેનો લાભ ઉઠાવીને તસ્કર ટોળકીએ મકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યા બાદ કબાટમાંથી રોકડા રૂપિયા ૫૪ હજારની ચોરી કરી હતી. બનાવ અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિકોલમાં ખોડીયારનગર પાસે રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે, તારીખ ૧૮ના રોજ તેમની પત્ની સંતાનો સાથે પિયરમાં રક્ષાબંધન કરવા માટે ગઇ હતી. બીજી તરફ યુવક તારીખ ૨૨ના રોજ મધરાતે મિત્રો સાથે ચોટીલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને સવારે તેમની માતા ઘરે પાણી ભરવા માટે ગયા ત્યારે મકાનના તાળા તૂટયા હોવાની જાણ થઇ હતી. યુવકે આવીને જોયું તો બેડરુમમાં મુકેલા કબાટના ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા ૫૪,૦૦૦ની ચોરી થઇ હતી. બનાવ અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application