Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં સતત બે દિવસથી વરસતા વરસાદનાં કારણે નદીઓની જળ સપાટીમાં વધારો : બ્રીજ પાણીમાં ગરકાવ થતાં બે ગામનો સંપર્ક તૂટ્યો

  • August 16, 2022 

નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે નદીઓની જળ સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. સવારે 6 વાગ્યા બાદ અંબિકા અને પૂર્ણાં નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદ વધતા પૂર્ણા નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. જેમાં ગુરુકુળ સુપા અને કુરેલને જોડતો લો લાઈન બ્રિજ ફરી પાણીમાં ગરકાવ થયો છે.





જયારે ગુરુકુલ સુપા પાસે નદીની સપાટીમાં વધારો થતા લો લાઈન બ્રીજ સીઝનમાં ત્રીજી વાર પાણીમાં ગરકાવ થતા બે ગામ વચ્ચે સંપર્ક તુટ્યો છે. હાલ પૂર્ણા નદીની સપાટી 17 ફૂટને પાર થતા લો લાઈન બ્રિજ પર પાણી ફરી વળતા બ્રીજ દેખાવાનો બંધ થયો છે. અંબિકા 20.99 ફૂટથી પરથી 13.12 ફૂટે પહોંચી, પૂર્ણાં પણ 17 ફૂટથી ઘટીને 16.25 ફૂટે વહી રહી છે.




નવસારી જિલ્લામાં આજે નવસારી તાલુકામાં 18 મીમી, જલાલપોરમાં 26 મીમી, ગણદેવીમાં 17 મીમી, ચીખલીમાં 17 મીમી, ખેરગામ 32 મીમી અને વાંસદામાં 21 મીમી વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નદીની સપાટીમાં વધારો થઈ શકે છે. નવસારી શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પરિવાર ભયજનક સ્થિતિ ઊભી થઈ શકે છે. છેલ્લા 24 કલાક માં નવસારીમાં પણ છૂટો છવાયો વરસાદ શરૂ છે. પરંતુ ઉપરવાસમાં વરસાદ વિરામ લેતો નદીઓની સપાટીમાં ઘટાડો થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application