Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે હથનુર ડેમનાં 16 દરવાજા ખોલી હજારો કયુસેક પાણી છોડાયું

  • July 14, 2023 

ઉકાઇ ડેમનાં ઉપરવાસમાં ભારે વરસાદનાં કારને છેલ્લા 24 કલાકમાં 51 રેઇનગેજ સ્ટેશનમાં 980 મિ.મિ અને સરેરાશ પોણો ઇંચ વરસાદી પાણી પડતા હથનુર ડેમનાં કુલ 16 દરવાજા દોઢ મીટર સુધીના ખુલ્લા કરીને 50 હજાર કયુસેક પાણી છોડાઇ રહ્યુ છે. જેના પગલે ઉકાઇ ડેમમાં 31 હજાર કયુસેક પાણીનો આવરો ઠલવાયો હતો. સપાટીમાં 48 કલાકમાં સવા ફુટનો વધારો થયો હતો. ઉકાઇ ડેમનાં ઉપરવાસમાં છેલ્લા ચાર દિવસથી સતત મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને હથનુર ડેમનાં ઉપરવાસમાં વધુ વરસાદ પડી રહ્યો છે. આ ડેમનાં ઉપરવાસમાં 24 કલાકમાં ટેસ્કામાં 4.5 ઇંચ, અકોલા, યરલીમાં 3 ઇંચ, હથનુર, કુકુરમુંડામાં 2.5 ઇંચ સહિત 51 રેઇનગેજ સ્ટેશનમાં કુલ 980 મિ.મિ અને સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાબકયો હતો.



આ વરસાદની સાથે જ ઉપરવાસનાં હથનુર ડેમનાં વધુ આઠ મળીને કુલ 16 દરવાજા દોઢ મીટર સુધીના ખુલ્લા કરીને 50 હજાર કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. હથનુર ડેમની સપાટી સાંજે છ વાગ્યે 210.970 મીટર નોંધાઇ હતી. જે ભયજનક સપાટી 214 મીટરથી ઘણી દૂર છે. છતા સતાધીશો આગોતરૂ આયોજન કરીને પાણી છોડી રહ્યા છે. આ પાણી અને ઉપરવાસના વરસાદનું પાણી ભેગુ મળીને સવારથી જ ઉકાઇ ડેમમાં 31 હજાર કયુસેક ઇનફલો ઠલવાયો હતો. આખો દિવસ પાણીની આવક ચાલુ રહેતા ઉકાઇ ડેમની સપાટી હાલની સપાટી 310.61 ફુટ નોંધાઇ હતી. જયારે ઉકાઇ ભયજનક સપાટી 345 ફુટ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application