વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન (રાજ્ય/પંચાયત) વિભાગના ૪૫ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન (સ્ટેટ) વિભાગ હેઠળના વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં કુલ ૨૬ જેટલા રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
માર્ગ મકાન વિભાગ હેઠળ વડોદરા જિલ્લાના આઠ માર્ગો પર પાણી ભરાવા તેમજ અન્ય કારણોસર વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જ્યારે વડોદરા જિલ્લામાં માર્ગ મકાન પંચાયત હસ્તકના કુલ ૩૭ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં વાઘોડીયા તાલુકાના ૦૫, સાવલીના ૧૩, પાદરાના ૦૩, ડભોઇના ૦૭, શિનોરના ૦૨ અને કરજણ તાલુકાના ૦૭ સહિત કુલ ૩૭ માર્ગો બંધ છે. આમ, વડોદરા જિલ્લામાં માર્ગ મકાન રાજ્ય હસ્તકના ૦૮ અને માર્ગ મકાન પંચાયત વિભાગના ૩૭ સહિત કુલ ૪૫ માર્ગો ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે. આ માર્ગો પરના વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500