Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂ પીને ગાડી ચલાવવા પર ડ્રાઇવરોએ રક્તદાન કરવું પડશે, આ રાજ્યમાં નવા ટ્રાફિક નિયમને લઈને વિવાદ શરૂ થયો

  • July 18, 2022 

પંજાબ સરકાર તરફથી શુક્રવારે જાહેર કરાયેલા નવા ટ્રાફિક નિયમને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. નવા નિયમ પ્રમાણે રાજ્યમાં દારૂ પીને ગાડી ચલાવવા પર ડ્રાઇવરોએ રક્તદાન કરવું પડશે કે પછી નજીકની હોસ્પિટલમાં કોમ્યુનિટી સર્વિસ આપવી પડશે. આ સિવાય નિયમોનો ભંગ કરનારે પરિવહન વિભાગ પાસેથી એક પ્રમાણ પત્ર લેવુ પડશે અને બે કલાક માટે બાળકોને ટ્રાફિક નિયમ વિશે તાલીમ આપવી પણ જરૂરી રહેશે. 


ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર સામાન્ય દંડ ત્રણ મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થશે. ગુનાઓમાં ઓવરસ્પીડિંગ, મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, દારૂ પીને ગાડી ચલાવવી, ત્રિપલ સવારી અને રેડ લાઇટ જમ્પ સામેલ છે. વારંવાર નિયમનો ભંગ કરનારે ડબલ દંડ ભરવો પડશે. પંજાબ પોલીસે ઉલ્લંઘનોની તપાસ કરવા અને નવા નિર્દેશોને લાગૂ કરવા માટે અવરજવર વેરિકેડિંગ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરી છે. 


ઓવરલોડેડ વાહનો પર 20 હજારનો દંડ

નોટિફિકેશન પ્રમાણે દારૂ પીને ગાડી ચલાવવા, ડ્રગ્સનો ઉપયોગ કરી અને ગાડી ચલાવવા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. બીજીવાર દોષી સાબિત થશે તો ડબલ દંડ ભરવો પડશે. આ રીતે ઓવરલોડેડ વાહનો પર પ્રથમવાર દોષી થવા પર 20 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. બીજીવાર નિયમનો ભંગ કરવામાં આવશે તો બમણો દંડ લેવામાં આવશે. 

ત્રિપલ સવારી પર 1 હજારનો દંડ

પ્રથમવાર રેડ લાઇટનો ભંગ કરવા કે ત્રિપલ સવારી કરનાર વ્યક્તિને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજીવાર નિયમનો ભંગ થશે તો બમણો દંડ લેવામાં આવશે. પંજાબમાં ટ્રાફિકના નિયમનો ભંગ સામાન્ય વાત છે. રાજ્યમાં એવરેજ દરરોજ 13 લોકોના રોડ અકસ્માતમાં મોત થાય છે. 2011-2020 દરમિયાન પંજાબમાં 56959થી વધુ દુર્ઘટનાઓ થઈ અને 46550 લોકોના મોત થયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News