Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વડોદરાથી સુરત ટ્રેક ઉપર પાંચ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો પરેશાન

  • August 31, 2024 

વરસાદના વિરામ વચ્ચે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વડોદરાથી સુરત ટ્રેક ઉપર પાંચ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો બફારાના કારણે પરસેવે રેબજેબ થઇ ગયા હતા. અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલો સાંકડો આમલાખાડી બ્રિજ બની રહ્યો છે. લાંબા સમયથી બ્રિજની મરામતની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે જી.આઈ.ડી.સી.તરફ જવાના માર્ગની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી હોવાથી વાલિયા ચોકડી અને નિલેષ ચોકડી પાસે ટ્રાફિક જામની પરિસ્થિતી ઉભી થઇ છે.


જયારે સવારથી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વડોદરાથી સુરત તરફના ટ્રેક ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. હાઇવે ઉપર 5થી 6 કિલોમીટર સુધી વાહનોની લાઈનો જોવા મળી હતી. ગત સપ્તાહ દરમિયાન વરસેલા અવિરત વરસાદને કારણે ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના રાષ્ટ્રીય ધોળીમાર્ગની ભારે ખાના ખરાબી થતાં ઠેર-ઠેર હાઇવે ઉપર ખાડાઓ પડી ગયા છે. હાઇવે ઓર્થોરિટી તેમજ આઈ.આર.બી. એજન્સીના સતાધિશો ટ્રાફિક જામની રોજિંદી બની ગયેલી સમસ્યા પરત્વે આંખ આડા કાન કરી રહ્યા છે. હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં જવા માટે એક માર્ગ રાજપીપળા ચોકડી પાસે બની રહ્યો છે. જેને કારણે હાઇવે ઉપરની વાલિયા ચોકડી સહિત નિલેષ ચોકડી પાસે વાહનોની અવર જવર વધી છે. જેને કારણે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પ્રભાવીત થઇ રહ્યો હોય હાઇવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય રહી છે. વારંવાર સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાથી વાહન ચાલકો હેરાન થઇ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application