Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં માંડળ ટોલનાકા પાસેથી ટેમ્પોમાંથી રૂપિયા 12 લાખથી વધુનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • December 19, 2023 

મનિષા એસ.સુર્યવંશી/તાપી : સોનગઢ માંડળ ટોલનાકા પાસે નેશનલ હાઈવે નંબર-53 પર સોનગઢથી વ્યારા જતાં ટ્રેક પરથી એક આઈસર ટેમ્પોમાંથી વગર પાસ પરમીટે ભઠ્ઠીનાં સ્ક્રેપનાં ગુણોની આડમાં ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે ચાલક ઝડપાયો હતો, જયારે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો નાઈટ રાઉન્ડ પેટ્રોલિયમમાં અલગ અલગ ખાનગી વાહનોમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કથ્થઈ કલરનો આઇસર ટેમ્પોમાં એક ઇસમ મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ભઠ્ઠીના સ્ક્રેપના ગુણોની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે.



જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સોનગઢ નેશનલ હાઇવે નંબર-53 પર માંડળ ટોલનાકા ખાતે સોનગઢથી વ્યારા જતાં ટ્રેક પર અલગ અલગ છુટા છવાયા વોચમાં ઊભા હતા તે દરમિયાન બાતમી વાળો આઇસર ટેમ્પો નંબર MH/04/KU/9586ને ટોલનાકુ પાસ કરતા ટેમ્પોને રોકી લઈ સાઇડમાં ઉભો રખાવી ટેમ્પાનાં ચાલકને નીચે ઉતારી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, શબ્બીર એહમદ મોહમદ સફાત અનસારી (રહે.કેદવાયનગર, નયાગાવ તાલાબ થાના, શાંતિનગર, ભિવંડી, મુંબઈ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ટેમ્પાના પાછળના ભાગે ચેક કરતા ટેમ્પામાં મીણિયા કોથળાઓમાં ભઠ્ઠીનો સ્ક્રેપ ભરેલ હોય અને જે કોથળાઓની આડનાં ભાગે જોતા ખાખી કલરનાં પોતાના બોક્ષમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ નંગ 3072 બોટલ મળી આવી હતી.




જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેના શેઠ સફી અનસારી (રહે.અંધેરી, મુંબઈ)નાંએ ભરાવી આપ્યો હતો અને જે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી નીકળી ચાંદવડ, સટાણા, સટાણા, પીપલનેર, નવાપુર, ઉચ્છલ, સોનગઢ, વ્યારાથી બારડોલી ખાતે પહોંચી ત્યાં આગળ અહેમદ (રહે.બારડોલી) નાઓને આ દારૂનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો આપી દેવાનો હતો. આમ, પોલીસે ટેમ્પો જેની કિંમત રૂપિયા 10 લાખ, વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 3072 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 2,35,200/- અને ભઠ્ઠીનાં સ્ક્રેપ ભરેલ મીણીયા કોથળા નંગ 60 જેની કિંમત 14,400/- તથા 1 નંગ મોબાઈલ જેની કિંમત 3 હજાર મળી કુલ રૂપિયા 12,52,600/-નું મુદ્દામાલ કબ્જે કરી હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે વિદેશી દારૂનો મુદ્દામાલ પહોંચાડનાર ભીવંડીનો અને દારૂનો જથ્થો મંગાવનાર બારડોલી ખાતેના ઈસમ મળી બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application